ટૉપ ન્યૂઝદેશ-વિદેશ

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને JMMના સ્થાપક Shibu Soren નું નિધન, 81 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Shibu Soren Passes Away: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક Shibu Sorenનું સોમવારે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ 81 વર્ષના હતા.

તેમણે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. Shibu Soren ને કિડની સંબંધિત સમસ્યાઓના કારણે જુલાઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

લાંબા સમયથી લઈ રહ્યા હતા સારવાર

81 વર્ષીય શિબુ સોરેન લાંબા સમયથી હોસ્પિટલમાં નિયમિત સારવાર લઈ રહ્યા હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને 24 જૂને તેમના પિતાના હોસ્પિટલમાં દાખલ થવા અંગે કહ્યું હતું કે, ‘તેમને તાજેતરમાં અહીં દાખલ કરવામાં આવ્યા હતા,

તેથી અમે તેમને મળવા આવ્યા છીએ. તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓની તપાસ કરવામાં આવી રહી છે.’ Shibu Soren છેલ્લા 38 વર્ષથી ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હતા અને પાર્ટીના સ્થાપક આશ્રયદાતા તરીકે જાણીતા છે.

હેમંત સોરેને કરી પુષ્ટિ

Shibu Soren ના નિધન પર તેમના પુત્ર હેમંત સોરેને કહ્યું કે આદરણીય દિશોમ ગુરુજી આપણને બધાને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું.

જનતામાં દિશોમ ગુરુજી તરીકે હતા જાણીતા

ભૂતપૂર્વ મુખ્યમંત્રી Shibu Soren નો જન્મ 11 જાન્યુઆરી, 1944ના રોજ બિહાર (હવે ઝારખંડ) ના હજારીબાગમાં થયો હતો. તેઓ જનતામાં દિશોમ ગુરુ અને ગુરુજી તરીકે પણ જાણીતા હતા.

તેમણે શરૂઆતમાં આદિવાસીઓના શોષણ સામે લડત આપી હતી. તેમણે 70ના દાયકામાં ‘ધનકટની આંદોલન’ અને અન્ય ચળવળો દ્વારા આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો હતો.

ત્રણ વખત બન્યા મુખ્યમંત્રી

તેમણે 1977માં પહેલી વાર ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, 1980 પછી તેઓ ઘણી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે બિહારથી અલગ ઝારખંડ રાજ્ય બનાવવાના આંદોલનમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

તેઓ ત્રણ વખત (2005, 2008, 2009) ઝારખંડના મુખ્યમંત્રી બન્યા, પરંતુ એક પણ વખત તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button