Suratમાં માલગાડી ઉથલાવવાનો પ્રયાસ, ટ્રેક પર ગેલવેનાઇઝ લોખંડનો પટ્ટો મૂક્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર બન્યો હતો. વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી એક માલગાડી પસાર થઈ રહી હતી તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ટ્રેકના પાટા પર જાણીજોઈને લોખંડનો પટ્ટો મૂકી દીધો હતો. ટ્રેન જ્યારે આ પટ્ટા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક પટ્ટો ટ્રેનના ટાયરમાં ફસાઈ ગયો હતો.
ટ્રેન ડ્રાઇવરે તાત્કાલિક બ્રેક લગાવીને ટ્રેન થંભાવી દીધી
સમગ્ર ઘટનાની જાણ થતાં જ ટ્રેન ડ્રાઇવરે તાત્કાલિક બ્રેક લગાવીને ટ્રેન થંભાવી દીધી હતી. ડ્રાઇવરની આ સમયસૂચકતાને કારણે માલગાડી પાટા પરથી ઉતરતાં બચી ગઈ હતી અને એક મોટી દુર્ઘટના થતા અટકી હતી. જો સમયસર બ્રેક ન વાગી હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત.
પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી
આ ગંભીર કૃત્યને ધ્યાનમાં લઈને ડીંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આ ઘટના પાછળ કોનો હાથ છે અને આ કૃત્ય શા માટે કરવામાં આવ્યું તે જાણવા માટે પ્રયાસ કરી રહી છે. આ ઘટનાને કારણે રેલવે સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા છે.