ઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 5 સભ્યોના મોત

by

Thenewsdk

Updated: 21-02-2026, 07.34 AM

Follow us:

રાજસ્થાનના પાલી જિલ્લાના ભાવનગરના વતની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્થાયી થયેલા કુમાવત પરિવારના સભ્યો રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઇકો કારમાં પરત ફરી રહ્યા હતા.

વહેલી સવારે જ્યારે તેમની કાર ઉનાવા પાસે આવેલી હોટલ કોમફી સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.

બેકાબૂ બનેલી કાર પૂરપાટ ઝડપે ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી.

પિતા-પુત્ર અને માસૂમ બાળક સહિત 5ના મોત

આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં પિતા-પુત્ર, એક મહિલા અને એક નિર્દોષ બાળકનો સમાવેશ થાય છે.

જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મંથરાદેવી નામના વૃદ્ધાનું પણ મોત નીપજ્યું હતું. આમ, આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે.

મૃતકોની યાદી:

– રામલાલ લખાજી કુમાવત

– કૈલાશભાઈ રામલાલ કુમાવત (પુત્ર)

– કોમલ મદનલાલ કુમાવત

– મંથરાદેવી (સારવાર દરમિયાન મોત)

– એક માસૂમ બાળક

6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

દુર્ઘટનામાં કારચાલક સહિત અન્ય છ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં મદનસિંહ કુમાવત, નશ્રભાઈ, જમનીબેન, પકલી દેવી, રાકેશ અને મમતાબેનનો સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તો હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે અને તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.