Gandhinagar News : લક્ઝરી બસમાં એલ્યુમિનિયમ કેનમાં સંતાડીને લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનથી આવી રહેલી એક લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે.
જે બાતમીના પગલે પોલીસ આ લક્ઝરી બસની વાટ જોઈ રહી હતી અને તે આવતા તેને ઉભી રાખવામાં આવી હતી ત્યારબાદ તેમાં રહેલા મુસાફરોનો સામાન તપાસવામાં આવ્યો હતો
જો કે મુસાફરોના સામાનમાંથી કઈ મળી આવ્યું ન હતું પરંતુ પોલીસ પાસે બાતમી ચોક્કસ હોવાથી લક્ઝરી બસની ડેકી ખોલાવવામાં આવી હતી અને તેમાં એલ્યુમિનિયમ કેનના પાર્સલ જોવા મળ્યા હતા.
જેના પગલે પોલીસે આ એલ્યુમિનિયમ કેન ખોલીને જોતા તેની અંદર વિદેશી દારૂની 216 જેટલી બોટલ મળી આવી હતી.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જેના પગલે પોલીસે બસના ડ્રાઈવર અને કંડક્ટર પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ પાર્સલ ઉદેપુર રેલવે સ્ટેશન નજીક ઉદીયાપોલથી એક રિક્ષાચાલકે બસમાં મૂક્યો હતો. રિક્ષાચાલકે તેમને બિલ અને એક મોબાઈલ નંબર આપ્યો હતો.
જોકે, પાર્સલ મંગાવનાર પાસે પહોંચે તે પહેલા પોલીસે પકડી લીધુ હતું. ચિલોડા પોલીસે દારૂ અને સિલિન્ડર સહિત 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પાર્સલ મોલકનાર અને મંગાવનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.