મારું ગુજરાત
Gandhinagar News: ગાંધીનગર સિવિલમાં દુર્ઘટના ટળી: લેબર વોર્ડમાં સીલીંગ સિટ્સ એકાએક તૂટી પડતા દોડધામ મચી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની જુની બિલ્ડીંગની છતમાં લગાવવામાં આવેલી ફોલ સીલીંગ સિટ્સ જોખમી સાબિત થઇ રહી છે. સિવિલના ગાયેનક વિભાગના લેબર વોર્ડમાં છતમાંથી પોપડા પડતા અફરાતફરી મચી ગઈ હતી.
અગાઉ નવા જ બનાવવામાં આવેલી આંખના ઓપરેશન થિયેટરમાં આ સિટ્સ તૂટી પડતા લગભગ દસેક દિવસ ઓપરેશ મુલતવી રાખવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
સિવિલ હોસ્પિટલમાં કાયમી ઉકેલની માગ
ઉલ્લેખનીય છે કે, સિવિલની છતમાં લગાવવામાં આવેલી ફોલ સીલીંગની સિટ્સ ઉપર મોટા ઉંદરો દોડતા હોવાથી અને તે આ સિટ્સ હટાવીને ત્યાંથી અવર-જવર કરતા હોવાથી આ સિટ્સ પડી જતી હોય છે ત્યારે તેનો પણ કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.