SPORTS

IPL 2025માં રીટેન્શન નિયમોને લઇ ઘમાસાન, હવે દિગ્ગજ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા

IPL 2025નું મેગા એક્શન ક્યારે થશે, તેના માટે રીટેન્શન પોલિસી શું હશે, તેના પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ તમામ વિષયો પર મૌન જાળવી રાખ્યું છે. જો કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો BCCI સપ્ટેમ્બરના અંતમાં રિટેન્શન પોલિસી જાહેર કરી શકે છે. હવે બે પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને અંબાતી રાયડુએ મેગા ઓક્શન પર મોટું નિવેદન શેર કર્યું છે.

અંબાતી રાયડુએ રીટેન્શન પોલીસીને લઇ કહી મોટી વાત

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમી ચૂકેલા અંબાતી રાયડુએ કહ્યું, “મારું માનવું છે કે વધુ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવી જોઈએ કારણ કે એક ફ્રેન્ચાઈઝી ખેલાડી પર ઘણા પૈસાનું રોકાણ કરે છે. ટીમ માત્ર મુખ્ય ખેલાડીઓથી જ મજબૂત બને છે. જ્યાં સુધી મુખ્ય ખેલાડીઓ છે ત્યાં સુધી માત્ર એક કે બે જ ખેલાડીઓને જાળવી રાખવા જોઈએ નહીં.

સુરેશ રૈનાએ આપ્યું સમર્થન

બીજી તરફ, સુરેશ રૈના પણ ઘણા વર્ષોથી CSK માટે રમ્યો છે અને તેણે રાયડુના નિવેદનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. તેણે કહ્યું, “હું રાયડુ સાથે 100 ટકા સહમત છું. દર 3 વર્ષે મેગા હરાજી થવી જોઈએ. IPL અધિકારીઓ જે પણ નિર્ણય લેશે તે રમત માટે સારું રહેશે.”

રાયડુ અને રૈના લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમશે

અંબાતી રાયડુ અને સુરેશ રૈના ટૂંક સમયમાં જ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC 2024)માં રમતા જોવા મળશે. આ લીગ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં કુલ 6 ટીમો ભાગ લેશે. સુરેશ રૈનાની વાત કરીએ તો તે અલ્ટીમેટ ટીમ હૈદરાબાદની ટીમ તરફથી રમશે. જ્યારે અંબાતી રાયડુની કોણાર્ક સૂર્યાજ ઓડિશાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ લીગનો ઉત્સાહ 16મી ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button