જૂનાગઢ: પવિત્ર યાત્રાધામ ગિરનાર પર આજે હવામાનમાં આવેલા અચાનક ફેરફારને પગલે વહીવટીતંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. ગિરનાર પર્વતની ઊંચાઈ પર સવારે જ પવનનો વેગ અસામાન્ય રીતે વધી ગયો હતો, જેના કારણે ગિરનાર રોપ-વે સેવાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.
રોપ-વે ઓપરેશન માટે નક્કી કરેલ સલામતી ધોરણ મુજબ પવનની ગતિ ચોક્કસ મર્યાદા પાર કરે ત્યારે યાત્રિકોની સુરક્ષા હેતુસર સેવા બંધ કરવી ફરજિયાત બને છે. આજે પવનની ગતિ તેનાથી ઘણી વધુ નોંધાતાં કેબિન્સની સ્થિરતા અને ગતિમાં જોખમ ઉભું થયું હતું.
પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે યાત્રિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાને કારણે કોઈ જોખમ ન લેવાયો. રોપ-વે બંધ થતા ખાસ કરીને વયોવૃદ્ધ અને અશક્ત યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે પવનની ગતિ સંપૂર્ણપણે સામાન્ય થાય ત્યાર બાદ જ સેવા ફરી શરૂ કરવામાં આવશે, અને તે પહેલા સમગ્ર સિસ્ટમની ટેકનિકલ ચકાસણી પણ કરવામાં આવશે.
વહીવટીતંત્રએ યાત્રિકોને અપીલ કરી છે કે હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી સહકાર આપે અને સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરે.


Leave a Comment