IPLની ચમક ઘટશે? રસેલ, ફાફ પછી મેક્સવેલની બહારગમથી ચાહકોમાં ચિંતાનો માહોલ

by

Thenewsdk

Updated: 02-12-2025, 08.05 AM

Follow us:

IPL 2026: ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે IPL 2026માં ભાગ ન લેવાનો અચાનક નિર્ણય લઈને ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ ગરમાવ્યો છે. આન્દ્રે રસેલ અને ફાફ ડુપ્લેસિસ બાદ વધુ એક ટોચના ખેલાડી દ્વારા IPLમાંથી નામ પરત ખેંચાતા ચાહકોમાં નિરાશા છવાઈ છે.

મેક્સવેલ હવે 37 વર્ષનો છે અને સતત ઈજાઓનો સામનો કરતો રહ્યો છે. નિષ્ણાતો માની રહ્યા છે કે ઉંમર અને ફિટનેસને ધ્યાનમાં રાખીને IPLમાં તેનું કરિયર હવે સમાપ્ત થયું ગણાય. 2019 બાદ પહેલીવાર મેક્સવેલ IPLની હરાજીમાં ભાગ નહીં લે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં મેક્સવેલે લખ્યું કે, “આ મારા માટે મોટો અને ભાવુક નિર્ણય છે.” તેણે IPLમાંથી મળેલા અનુભવ માટે આભાર વ્યક્ત કર્યો અને ભારતીય ચાહકો સાથેની ખાસ પળોને યાદ કરી.

પોસ્ટના અંતે તેણે લખ્યું—“જલ્દી જ ફરી મળીશું”—જે ચાહકોમાં આશા જગાવે છે કે ભલે તે IPLથી દૂર રહેશે, પરંતુ અન્ય ફોર્મેટમાં તેની વાપસી શક્ય છે.

રસેલ, ફાફ અને હવે મેક્સવેલ—ત્રણ દિગ્ગજોના બહાર જતા IPLની ચમક પર અસર પડશે તેવી ચિંતા ક્રિકેટપ્રેમીઓમાં વ્યક્ત થઈ રહી છે. જોકે, આ સિનિયર ખેલાડીઓની ગેરહાજરી યુવા પ્રતિભાઓ માટે નવી તક બની શકે છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.