ભારતમાં કોમોડિટી ટ્રેડિંગ માટેનું મુખ્ય પ્લેટફોર્મ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (MCX) પર એપ્રિલ ડિલિવરીવાળા સોનાના વાયદા ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સોનાની કિંમત લગભગ ₹1800 ઘટીને ₹1,56,655 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ.
બીજી તરફ ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ગાબડું આવ્યું હતું. મે ડિલિવરીવાળી ચાંદીના વાયદા ભાવમાં ₹4300થી વધુનો ઘટાડો થઈ ₹2,55,101 પ્રતિ કિલો સુધી પહોંચ્યા. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારમાં સોનાના સ્પોટ ભાવમાં ઘટાડો નોંધાયો છે.
સિંગાપુરના માર્કેટમાં સ્પોટ ગોલ્ડ આશરે 0.7 ટકા ઘટીને 5,000 ડૉલરના સ્તરથી નીચે સરક્યું હોવાનું નોંધાયું છે. વૈશ્વિક સ્તરે રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પો પર ફરી વિચાર કરી રહ્યા છે, જેના કારણે બજારમાં અસ્થિરતા વધતી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો
મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવતા ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી આવી છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવોનો સીધો પ્રભાવ વૈશ્વિક કોમોડિટી માર્કેટ પર પડે છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં પણ ઉથલ-પાથલ જોવા મળી રહી છે.


Leave a Comment