નવરાત્રિના એક દિવસ અગાઉ એટલે કે, આજે દેશના બુલિયન માર્કેટમાં સોનું સતત બીજા દિવસે સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી થયો. મળતી માહિતી અનુસાર, સોના-ચાંદીના ભાવ દરરોજ ટેક્સ અને ઉત્પાદન ખર્ચને લીધે વધઘટ થતા રહે છે.
બુધવારે બુલિયન માર્કેટમાં 18 કેરેટથી લઈને 24 કેરેટ સુધીના સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે. બુલિયન માર્કેટ ખુલવાની સાથે સોનાનો ભાવ 330 રૂપિયા ઘટીને 77060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. આ અગાઉ પહેલી ઑક્ટોબરે આનો ભાવ 77390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે 22 કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો બુધવારે 300 રૂપિયાના ઘટાડા બાદ તેની કિંમત 70650 રૂપિયા થઈ ગઈ છે.
આ સિવાય જો 18 કેરેટ સોનાની વાત કરીએ તો બુધવારે તેની કિંમત 250 રૂપિયા ઘટીને 57800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે 1 ઓક્ટોબરે તેની કિંમત 58050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતા પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી જરૂરી છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે તેને ખરીદતી વખતે પણ જોવું જોઈએ. આ સોનાની શુદ્ધતાની ગેરંટી છે.
યુએસ ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલની ઓછી આક્રમક નીતિ હળવી કરવાની તરફેણમાં ઝુકાવતાં સોનાના ભાવ ઘટીને ચાર દિવસની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેના કારણે યુએસ ડોલરમાં નોંધપાત્ર વધારો થયો છે.
સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ખરીદીની તક
મળતી માહિતી અનુસાર, બુલિયન માર્કેટમાં તહેવારોની સિઝન અને લગ્નસરા પહેલા સોનાના ભાવ ઘટી રહ્યા છે. ત્રીજા દિવસે બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ઘટયા છે. આવામાં સોનું ખરીદવાની સોનેરી તક છે.
ચાંદીના ભાવ ત્રીજા દિવસે પણ સ્થિર
સોના ઉપરાંત ચાંદીની વાત કરીએ તો બુધવારે આજે માર્કેટ ઓપન થતા ચાંદીના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી થયો. બજારમાં ચાંદીની કિંમત 95 હજાર રૂપિયા પ્રતિ કિલો રહી છે. આ અગાઉ પહેલી ઑક્ટોબરે પણ આ જ ભાવ હતો.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.
સોનાની શુદ્ધતા કઈ રીતે જાણશો?
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે, અને 22 કેરેટ આશરે 91 ટકા શુદ્ધ હોય છે.
સામાન્ય રીતે સોનું 20 અને 22 કેરેટમાં વેચાતું હોય છે. જ્યારે કેટલાક લોકો દાગીના માટે 18 કેરેટનો ઉપયોગ કરતા હોય છે.
24 કેરેટ સોનાના દાગીના ઉપર 999 અને 23 કેરેટ પર 958 જ્યારે 22 કેરેટ ઉપર 916, 21 કેરેટ ઉપર 875 અને 18 કેરેટ ઉપર 750 લખેલું હોય છે.
22 કેરેટ સોનામાં નવ ટકા અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ઝિંક મિક્સ કરી દાગીના ઘડવામાં આવે છે.
24 કેરેટમાં કોઈ ભેળસેળ હોતી નથી, જેથી આના સોનાના સિક્કા મળે છે, પરંતુ 24 કેરેટ સોનાના દાગીના નથી બનાવાતા. આ માટે દુકાનદાર 18, 20 અને 22 કેરેટ સોનું વેચે છે.
Source link