એન્ટરટેઇનમેન્ટ

Gold Smuggling Case : સાઉથની આ અભિનેત્રીને રૂ.102 કરોડનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

સાઉથ અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ રૂપિયા 102 કરોડનો દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત આ કેસમાં સામેલ હોટેલિયર્સ અને જ્વેલર્સને પણ કરોડોનો દંડ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. કોર્ટે આગામી સુનાવણી 11 સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે.

એરપોર્ટ પર 14.8 કિલો સોનું લઈને જતી વખતે પકડાઈ હતી

ડીઆરઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાન્યા રાવ 3 માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 14.8 કિલો સોનું લઈને જતી વખતે પકડાઈ હતી.

તે દુબઈથી ભારત પરત ફરી હતી અને આ સમય દરમિયાન તેની પાસેથી મોટી માત્રામાં સોનું મળી આવ્યું હતું.

ડીઆરઆઈના અધિકારીઓ મંગળવારે બેંગલુરુ સેન્ટ્રલ જેલ પહોંચ્યા અને દરેક આરોપીને 250 પાનાની નોટિસ અને 2,500 પાનાનું એનેક્સચર આપ્યું. આ કેસમાં કુલ 11,000 પાનાના દસ્તાવેજો આપવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button