Google AI Mode : હવે ઇમેજ પર આધારિત હશે સર્ચ! ફક્ત ફોટો બતાવો અને મેળવો અદ્ભુત અને ક્રિએટિવ જવાબો

હાલ ગૂગલના AI મોડમાં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. હવે યુઝર્સ પ્રશ્નો પૂછીને સીધા જ વિઝ્યુલ પરિણામો મેળવી શકશે. ડિઝાઇનથી લઈને ગ્રાફીકસ આઇડિયા સુધી, બધું જ થઈ જશે સરળ. ગૂગલ તેના AI મોડમાં સતત નવા ફીચર ઉમેરી રહ્યું છે,
હાલ કંપનીએ વધુ એક નવી સુવિધાનો ઉમેરો કર્યો છે. જે વિઝ્યુલ પરિણામો પ્રદાન કરે છે. એક બ્લોગ પોસ્ટમાં, ટેક જાયન્ટે જણાવ્યું હતું કે, આજથી ગૂગલ AI મોડમાં યુઝર્સ વાતચીતમાં પ્રશ્નો પૂછી શકશે અને AI મોડમાં વિવિધ દ્રશ્ય પરિણામો પ્રાપ્ત કરી શકશે.
ઉદાહરણ તરીકે, જો તમે તમારા બેડરૂમ માટે કોઈ ડિઝાઇનનો આઇડિયા જાણવા માંગો છો, તો AI મોડ તમારા વિચારને જીવંત કરવામાં અને તમારી જરૂરિયાતો સાથે મેળ ખાતા દ્રશ્યો બતાવવામાં મદદ કરશે.
ગૂગલ સર્ચનો AI મોડ
જે લોકો તેનાથી અજાણ છે તેમના માટે, ગૂગલ સર્ચનો AI મોડ તમને “વધુ જટિલ અને ટૂંકા પ્રશ્નો” પૂછવાની મંજૂરી આપે છે જે પહેલાં યુઝર્સને વધારે સર્ચ ક્વેરીઝ દ્વારા શોધવું પડતું હતું.
શરૂઆતમાં, આ સુવિધા ફક્ત અંગ્રેજીમાં જ ઉપલબ્ધ હતી, પરંતુ ગૂગલે હવે હિન્દી, બ્રાઝિલિયન પોર્ટુગીઝ, ઇન્ડોનેશિયન, કોરિયન અને જાપાનીઝ જેવી અન્ય ભાષાઓ પણ સામેલ કરી છે.
દરેક ઇમેજ સાથે એક લિંક પણ હશે
ગૂગલનું કહેવું છે કે, તમે ફક્ત એક ફોટો શેર કરીને વધુ વિકલ્પો પ્રદાન કરવા માટે AI મોડને કહી શકો છો. દરેક ઇમેજ સાથે એક લિંક પણ હશે, જે યુઝર્સને ચોક્કસ વસ્તુ અથવા પરિણામ સરળતાથી શોધવાની મંજૂરી આપશે.
આ સુવિધા ઓનલાઈન ખરીદદારો માટે ખૂબ જ મદદરૂપ છે, કારણ કે તેઓ તેમની ભાષામાં શું શોધી રહ્યા છે તેનું વર્ણન કરી શકે છે અને કોઈ પણ ફિલ્ટર વિના પરિણામો પ્રાપ્ત કરી શકે છે.
AI મોડ ફોટોઝમાં વિગતો અને વસ્તુઓને પણ ઓળખી શકે છે
જેમિની 2.5 ની અદ્યતન મલ્ટિમોડલ અને ભાષા ક્ષમતાઓ સાથે, AI મોડ ફોટોઝમાં વિગતો અને વસ્તુઓને પણ ઓળખી શકે છે અને તેમને શોધી શકે છે. જો તમે ઇચ્છો, તો ફોટોઝમાં કંઈક ચોક્કસ શોધી શકો છો અને તેના વિશે ફોલો-અપ પ્રશ્નો પૂછી શકો છો.
આ સુવિધા હાલમાં ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં જ ઉપલબ્ધ છે. ભવિષ્યમાં Google તેને વિશ્વભરના અન્ય દેશોમાં વિસ્તૃત કરે તેવી અપેક્ષા છે.