Google Photosએ રીલ્સ પ્રેમીઓ માટે નવા 5 અદ્ભુત વીડિયો એડિટિંગ ફીચર્સ લોન્ચ કર્યા

by

Thenewsdk

Updated: 11-12-2025, 08.34 AM

Follow us:

જો તમે રીલ્સ, શોર્ટ્સ અથવા હાઇલાઇટ વીડિયો બનાવવાનું પસંદ કરો છો, તો Google Photos હવે તમારી માટે વધુ શક્તિશાળી બની ગયું છે. કંપનીએ Android માટે પાંચ નવા વીડિયો એડિટિંગ ટૂલ્સ રોલઆઉટ કર્યા છે, જે ફોટો સ્ટોરેજ એપને હવે એક કોમ્પ્લીટ વીડિયો ક્રિએટર પ્લેટફોર્મમાં બદલી દે છે. આ ટૂલ્સની મદદથી Instagram, YouTube Shorts અથવા Facebook Reels જેવી ક્લિપ્સ બનાવવા માટે હવે અલગ એપની જરૂર નહીં રહે.

1. Synced Music સાથે Highlight Videos બનાવો

હવે Google Photos આપમેળે ફોટા-વીડીયોને મ્યુઝિક સાથે perfectly sync કરીને Highlight Videos તૈયાર કરે છે. યુઝર્સને માત્ર “Create” ટેબમાં જઈને Highlight Video પસંદ કરવો અને ફોટા/વીડિયો પસંદ કરવા છે. રીલ્સ અને વ્લોગ્સ માટે આ ફીચર અત્યંત ઉપયોગી સાબિત થશે.

2. Pre-Built Templatesથી મિનિટોમાં Pro-Level Videos

Google Photosમાં હવે નવા વીડિયો Templates ઉમેરાયા છે. તેમાં preset background music, stylish text અને auto-cuts પહેલેથી સેટ હોય છે. યુઝર્સ ફક્ત પોતાના ફોટા-વીડિયો પસંદ કરે, અને પ્રોફેશનલ દેખાતા વીડિયોઝ તરત તૈયાર થઈ જાય. કંપની વધુ Templates પણ ઉમેરશે.

3. સંપૂર્ણ New Redesigned Video Editor

અપડેટેડ Google Photos Editor હવે Android અને iOS બંનેમાં ઉપલબ્ધ છે. તેમાં

multi-clip editing

improved timeline

adaptive canvas

જવું modern interface મળે છે. સ્ટોરીલાઇન બનાવવી હવે પહેલાં કરતાં વધુ સરળ અને ઝડપભરી બની છે.

4. Perfect Music Soundtrack Library

યુઝર્સ હવે Google Photosની music libraryમાંથી સરળતાથી soundtrack પસંદ કરી શકે છે. આ કસ્ટમ મ્યુઝિક વીડિયોઝના mood, vibe અને engagementમાં વધારો કરે છે. Android અને iOS બંને પર ઉપલબ્ધ છે.

5. Custom Text & Clip-Level Editing Options

નવા, color themes અને background options સાથે હવે વીડિયોઝમાં attractive overlay text ઉમેરવું વધુ સરળ છે. દરેક clip માટે અલગ મ્યુઝિક, અલગ ટેક્સ્ટ અને કસ્ટમ style સેટિંગ્સ આપી શકાય છે. Android પર આ નવો Editor ડિફોલ્ટ વીડિયો એડિટર તરીકે કામ કરશે.

 

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.