આજે સવાર બજાર ખુલતાની સાથે જ માઠા સમાચાર સામે આવ્યા છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જેમાં ખાસ કરીને ચાંદીમાં જોરદાર વેચવાલી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય સંકેતો અને સ્થાનિક સ્તરે વધેલી નફાવસૂલીએ ભાવને નીચે દબાવી દીધા છે.
ચાંદીમાં તીવ્ર ગાબડું
આજે ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,44,360 પ્રતિ કિલો હતો. બજાર ખુલતાં જ તે ₹2,38,489 પર ખુલ્યું, એટલે કે પ્રતિ કિલો ₹5,871નો સીધો ઘટાડો નોંધાયો. ટ્રેડિંગ દરમિયાન વેચવાલી વધુ તેજ બની અને ચાંદી ₹2,35,789ના નીચલા સ્તર સુધી લપસી ગઈ.
આ રીતે તેના ઉચ્ચ સ્તરથી અત્યાર સુધીમાં ₹8,571થી વધુનો કડાકો બોલાઈ ચૂક્યો છે. સમાચાર લખાય ત્યારે ચાંદી ₹2,36,942 પર ટ્રેડ થઈ રહી હતી, જે તેના પાછલા બંધ ભાવની સરખામણીએ આશરે ₹7,418 અથવા 3.04% જેટલો ઘટાડો દર્શાવે છે. બજારમાં ભારે અસ્થિરતા વચ્ચે રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે.
સોનામાં પણ દબાણ
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,55,895 પ્રતિ 10 ગ્રામ હતો. આજે તે ₹1,54,999 પર ખુલ્યું, એટલે કે ₹896નો ઘટાડો નોંધાયો. પછી વેચવાલી વધતાં સોનું ₹1,54,386ના લઘુત્તમ સ્તર સુધી સરકી ગયું.
આમ, તેના પાછલા બંધ ભાવની સરખામણીએ ₹1,500થી વધુનો ઘટાડો નોંધાયો હતો. જોકે, અંતિમ ટ્રેડિંગ સમયે સોનામાં થોડીક રિકવરી જોવા મળી અને ભાવ ₹1,54,687 સુધી પાછો ચડ્યો.


Leave a Comment