મારું ગુજરાત

GSEB New Rule : ગુજરાત શિક્ષણ બોર્ડનો નિર્ણય, વિદ્યાર્થીઓ માર્કશીટ સહિતમાં સુધારાની ફી ઓનલાઈન ભરી શકશે

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જીએસઈબીના વિદ્યાર્થીઓ હવે માર્કશીટ, પ્રમાણપત્રમાં નામ, અટક, જન્મ તારીખમાં સુધારો કરવા સહિતની વિગતોમાં ફી સાથેનો સુધારો ઓનલાઈન કરી શકાશે.

વિદ્યાર્થીઓને બેંકમાં જઈ રૂબરૂ ચલણ મારફતે ફી ભરવી પડતી હતી

આ નિર્ણય અંતર્ગત બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોના વિદ્યાર્થીઓના માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટેના સીલ કવરમાં નામ, અટક, પિતાનું નામ, જન્મ તારીખમાં સુધારો, માર્કશીટ જેવી સેવાની ફી બેંક મારફતે ચલણ દ્વારા ભરાતી હતી. આ માટે વિદ્યાર્થીઓ અને બેંકમાં જઈને રૂબરૂ ચલણ મારફતે ભરવી પડતી હતી. આ વ્યવસ્થામાં સુધારો કરીને ક્યુઆર કોડ મારફતે યુપીઆઇ, નેટ બૅન્કિંગ, ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ મારફતે ફી ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઓનલાઈન ફી ભરી શકાશે 

આ મુદ્દે ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ રાકેશે જણાવ્યું કે, ગુજરાતમાં વિવિધ જગ્યાએથી આવતા બહારગામના વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓફલાઇન પ્રક્રિયા હેઠળ ફી બેંકના નિયત સમયગાળામાં રૂબરૂ ચલણ ભરવા જવું પડતું. પરંતુ હવે વિદ્યાર્થી અને વાલીઓની સુવિધા માટે આ પ્રક્રિયાને ઓનલાઈન કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓ-વાલીને મોટી રાહત મળશે

વધુ વાત કરતા તેમણે જણાવ્યું કે, આનો સીધો લાભ રાજ્યના જિલ્લા મથકો અને તાલુકા મથકેથી ગાંધીનગર આવતા વાલી અને વિદ્યાર્થીઓને થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button