GSHSEB Board Exam 2026: ધોરણ 10 અને 12ના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાઈ, જાણો નવી ડેડલાઇન અને સંપૂર્ણ વિગતો

by

Thenewsdk

Updated: 22-12-2025, 01.42 PM

Follow us:

GSHSEB Board Exam 2026 Registration Deadline Extended : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા વર્ષ 2026માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10 અને ધોરણ 12ની ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.

બોર્ડની સત્તાવાર જાહેરાત અનુસાર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત તથા ખાનગી ઉમેદવારો હવે 22 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ દરમિયાન નવા ફોર્મ ભરવા ઉપરાંત અગાઉ ભરેલા ફોર્મમાં જરૂરી સુધારા પણ કરી શકાશે. શાળાના આચાર્યોએ પણ આ તારીખ સુધીમાં ફોર્મને ઓનલાઈન મંજૂરી આપવાની રહેશે.

આ સાથે જ ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી તથા સંસ્કૃત માધ્યમના ઉમેદવારો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. જો ફોર્મમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો ઉમેદવારો 26 ડિસેમ્બર 2025ની રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન સુધારા કરી શકશે.

શાળાઓ માટે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, ફી સબમિશન સહિતની તમામ વહીવટી પ્રક્રિયાઓ 30 ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવી અનિવાર્ય રહેશે. બોર્ડના આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ અને ટેકનિકલ મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓને મોટી સુવિધા મળશે.

શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ બોર્ડના આ નિર્ણયને આવકાર્યો છે. બોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે વધારાની મુદતનો યોગ્ય લાભ લઈ અંતિમ દિવસોની ભીડ અને સર્વર સંબંધિત મુશ્કેલીઓથી બચે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.