મારું ગુજરાત

GSRTC Recruitment : ધોરણ 12 પાસ માટે ગુજરાત એસટી વિભાગમાં ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કંડક્ટર (વર્ગ-3)ના પદ માટે કરાર આધારિત ધોરણે છે. કંડક્ટરની પોસ્ટ માટે કુલ 571 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી ઓજસ પોર્ટલ પર 16 સપ્ટેમ્બર, 2025થી 1 ઓક્ટોબર, 2025 સુધી કરી શકશે.

દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી મગાવવામાં આવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કંડક્ટર કક્ષાના દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી સીધી ભરતી (ફીક્સ પગાર) અન્વયે પસંદગીયાદી-પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારો https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર અરજી કરી શકશે.

ગુજરાત ST ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત એસટી ભરતી અંતર્ગત કંડક્ટરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ હોવી જોઈએ. આ ઉપરાંત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરથી મળેલા કંડક્ટર લાઈસન્સ તથા બેઝ હોવો જરૂરી છે.

પગાર ધોરણ

પસંદગી પામનાર ઉમેદારોને કંડક્ટર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક ₹26,000 ફિક્સ પગારથી કરાર આધારીત નિમણૂક અપાશે.ઉમેદવારો નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં. પાંચ વર્ષની સેવા સંતોષકારક રીતે પુરી થયેલી કંડક્ટર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર રહેશે.

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. તમામ પ્રકારની છુટછાટ સહિત 45 વર્ષ હોવી જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button