ટૉપ ન્યૂઝમારું ગુજરાત

Gujarat Lokrakshak Police: મેરીટ લિસ્ટ જાહેર, દસ્તાવેજ ચકાસણીનો માર્ગ મોકળો

ગુજરાત લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. આજે બુધવાર (27 ઓગસ્ટે) પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકનું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે,

જેમાંથી ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ગયા 6 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલા લેખિત પરીક્ષાના ગુણોની જાહેરાત પછી રિ-ચેકિંગ માટે ઉમેદવારોએ અરજી કરવાની તક આપવામાં આવી હતી. કુલ 557 અરજીઓ મળ્યા બાદ તમામની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.

ભવિષ્યમાં કડક અને પારદર્શક પગલાં લેવાશે

ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક ઉમેદવારોએ OMR શીટમાં પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભૂલ કરી હતી. આ ભૂલને કારણે ગુણોની ગણતરીમાં ગડબડ તથા વિલંબ સર્જાયો હતો. તંત્ર દ્વારા આ પ્રકારની ભૂલોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કડક અને પારદર્શક પગલાં લેવાશે એવી શક્યતા છે.

જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે કટ-ઓફ 120.50 માર્ક્સ નક્કી થયો છે. દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામનારાઓને આગામી તબક્કાની માહિતી સત્તાવાર વેબસાઈટ તથા અધિકૃત સૂચનાઓ દ્વારા આપવામાં આવશે. મેરીટ લિસ્ટ, રિ-ચેકિંગનો રિપોર્ટ અને ગેરલાયક ઠરેલા ઉમેદવારોની વિગતો પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મેળવી શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button