દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના મોટા શહેરોમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જેમાં અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધરાશે. ભીડભાડવાળી જગ્યાએ પોલીસ તપાસ હાથ ધરશે.
- તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાની જાણકારી મળતાની સાથે ભારત પર્વ એકતા નગર, નર્મદા ખાતે આવેલા દિલ્હી ટુરિઝમ મંત્રી કપિલ મિશ્રા અને દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના કાર્યકમ છોડીને તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા છે.
- મુંબઈમાં પણ એલર્ટ
દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ મુંબઈ પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. મુંબઈના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાં રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો અને જાહેર જગ્યાએ પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ફાયર બ્રિગેડના વાહનો આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી રહ્યા છે.


Leave a Comment