GUJARAT

Gujarat: આજથી ગુજરાતભરના ક્વોરી પ્લાન્ટો બંધ

આજથી ગુજરાતભરના ક્વોરી પ્લાન્ટો બંધ છે. જેમાં ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી એસો.નો નિર્ણય છે . 80 ટકા ક્વોરીઓ બંધ થવાની દહેશતથી નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા, પંચમહાલ, ખેડાની કુલ 125 ક્વોરીઓ બંધ થઇ છે. હજારો ડમ્પરોના પૈડા ગત રાત્રિથી બંધ થયા છે. મધ્ય ગુજરાતના ક્વોરી સંચાલકો આવેદન આપશે.

પોતપોતાના જિલ્લા કલેક્ટરોને આવેદન આપશે

પોતપોતાના જિલ્લા કલેક્ટરોને આવેદન આપશે ગુજરાત બ્લેક સ્ટોન કવોરી એસોસિએશને લીધેલા નિર્ણય પ્રમાણે, આજથી ગુજરાત ભરના કવોરી પ્લાન્ટો બંધ થયા છે. તેમાં મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ અને ખેડા જિલ્લાનો કવોરી ઉદ્યોગ જડબેસલાક બંધ થયો છે. તેથી હજારો ડમ્પરોના પૈડા ગત ‌રાત્રે બાર વાગ્યાથી બંધ થયા છે. કવોરી ઉત્પાદન લઈને માર્ગો ઉપર ફરતા ડમ્પરો બંધ થતા માર્ગો સુમસામ બન્યા છે.

રાજ્ય સરકારને એક દિવસની 75 લાખ રૂપિયા રોયલ્ટી ભરાય છે

આવતીકાલે મધ્ય ગુજરાતના કવોરી સંચાલકો પોતપોતાના જિલ્લામાં કલેકટરોને આવેદન પત્ર આપશે. તેમજ વડોદરા, પંચમહાલ અને ખેડા જિલ્લાની કુલ 125 કવોરીઓ બંધ થઈ છે. માત્ર મધ્ય ગુજરાતમાંથી રાજ્ય સરકારને એક દિવસની 75 લાખ રૂપિયા રોયલ્ટી ભરાય છે તે બંધ થતા સરકારને કરોડોનું નુકસાન થયુ છે. તેમજ શ્રમજીવી પરિવારોની રોજીરોટીનો સવાલ ઉભો થયો છે. કારણ કે કવોરી ઉદ્યોગે અચોક્કસ મુદત સુધી હડતાલ પર છે. તેમજ કવોરી ઉત્પાદન વગર કેટલાક સરકારી વિકાસના કામો થંભી જશે તેવી આશંકા સેવાઇ રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button