Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 48 કલાક ભારે, આ 5 જિલ્લામાં રેડ એલર્ટ!

by

Thenewsdk

Updated: 06-09-2025, 05.03 AM

Follow us:

હવામાન વિભાગ મુજબ, આજે શનિવારે (6 સપ્ટેમ્બર) ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

જ્યારે પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, બોટાદ, રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

7-8 સપ્ટેમ્બરની આગાહી

7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

જ્યારે 8 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટતું જોવા મળે છે. જેમાં આ દિવસે કચ્છ, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.