Gujarat Rain: સુત્રાપાડામાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

by

Thenewsdk

Updated: 19-08-2025, 05.33 AM

Follow us:

રાજ્યના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

સૂત્રાપાડામાં 9 ઇંચ વરસાદ પડ્યો

ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. બીજી તરફ, વેરાવળમાં 6 ઇંચ અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત, તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 200 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોએ રાત ઉજાગરા કરવા પડ્યા છે અને ઘરવખરીને પણ નુકસાન થયું છે.

ડેમ ઓવરફ્લો થયા

જૂનાગઢના માળીયા હાટીનાનો ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે લાછડી નાની સિંચાઈ ડેમ પણ છલકાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

જૂનાગઢ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે પણ જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સક્રિય થયેલી ચાર વરસાદી સિસ્ટમોને કારણે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.