Gujarat Weather News : આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ!

by

Thenewsdk

Updated: 03-09-2025, 10.07 AM

Follow us:

ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે 9મી સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

પાંચ દિવસની વરસાદની આગાહી

આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

4 સપ્ટેમ્બર

આવતીકાલે નર્મદા અને તાપી જિલ્લામાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા છે.

5 સપ્ટેમ્બર

સુરત, તાપી, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને ડાંગમાં અતિભારે વરસાદની સંભાવના છે.

6 સપ્ટેમ્બર

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, જ્યારે અન્ય તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

7 સપ્ટેમ્બર

આ દિવસે દક્ષિણ ગુજરાતમાં કોઈ એલર્ટ નથી. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં વરસાદની સંભાવના જોતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.