Gun licenses obtained: લ્યો બોલો: સુરક્ષાની વાતો વચ્ચે ગુજરાતમાં પાંચ વર્ષમાં 5122 લોકોએ ગન લાયસન્સ મેળવ્યું

આરટીઆઈથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર 5 વર્ષમાં 200થી વધુ લોકોને ગન લાયસન્સ અપાયા હોય તેવામાં સુરત, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, વડોદરા, મોરબી, ગાંધીનગર, બનાસકાંઠા અને જૂનાગઢનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદમાં ગન લાયસન્સની અરજીઓનું પ્રમાણ વધ્યું
અમદાવાદમાં વર્ષ 2024માં કુલ 259 અરજીમાંથી ગન માટે આવેલી કુલ 98 અરજીમાંથી 34 મંજૂર અને 61 નામંજૂર થવાની સાથે 3 ફાઇલ પેન્ડિંગ છે. રિવોલ્વર, પિસ્તોલ અને રાયફલ માટે આવેલી 161 અરજીમાંથી 37 મંજૂર અને 18 નામંજૂર થઈ છે.
જ્યારે 106 અરજીઓ હાલ પણ પેન્ડિંગ છે. વર્ષ 2023માં કુલ 191 અરજીમાંથી ગન માટે આવેલી કુલ 55 અરજીઓમાંથી 31 મંજૂર અને 24 નામંજૂર થઈ હતી. જ્યારે રિવોલ્વર, પિસ્તોલ અને રાયફલ માટે આવેલી 136 અરજીમાંથી 46 મંજૂર અને 56 નામંજૂર થઈ હતી.
આ આંકડા પ્રમાણે હથિયાર પરવાના મેળવનાર લોકોમાં રિવોલ્વર, પિસ્તોલ અને રાયફલનો ક્રેઝ વધારે હોવાનું માનવામાં આવે છે.
વર્ષ લાઈસન્સ
- 2020 1247
- 2021 1236
- 2022 989
- 2023 879
- 2024 515
- 2025 256
કુલ 5122
31 જુલાઈ 2025 સુધીના આંકડા છે.