વર્કઆઉટ કરતા શરીરમાં દુખાવા થઈ જાય છે? શરૂઆતમાં મસલ્સમાં થતો હળવો દુખાવો સંપૂર્ણ રીતે સામાન્ય છે. તેને ‘મસલ સોર્નેસ’ કહેવામાં આવે છે અને સામાન્ય રીતે 24થી 48 કલાકમાં તે જાતે જ ધીમે-ધીમે ઠીક થઈ જાય છે.
તેમ છતાં, દરેક પ્રકારનો દુખાવો સામાન્ય નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એક્સરસાઇઝનો દુખાવો ક્યારે ગંભીર ઈજાનો સંકેત છે અને ક્યારે ડૉક્ટર પાસે જવું જરૂરી છે, તે સમજવું મહત્વપૂર્ણ છે.
દુખાવો અચાનક ખૂબ જ વધારે થઈ જાય
જો એક્સરસાઇઝ પછી થતો દુખાવો અચાનક ખૂબ જ વધારે થઈ જાય અથવા ઘણી વખત દિવસો સુધી ઓછો ન થાય, તો તેને સામાન્ય માનવું જોઈએ નહીં. દુખાવા સાથે જ તે શરીરના ભાગમાં સોજો, લાલાશ અથવા ચાલવામાં તકલીફ થાય તો સાવચેતી રાખવી જરૂરી છે.
આ તમારા મસલ્સ અથવા લિગામેન્ટમાં ઈજાનો સ્પષ્ટ સંકેત હોઈ શકે છે, જેના માટે ડૉક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે.
પીડા સહન કરીને પણ કસરત કરવી ભારે પડી શકે છે
ઘણી વાર લોકો દુખાવો સહન કરીને પણ વર્કઆઉટ ચાલુ રાખે છે. આવું કરવાથી ઈજા વધુ ગંભીર બની શકે છે. ઉદાહરણ તરીકે, ઘૂંટણ અથવા પીઠમાં સતત દુખાવો હોય અને આરામ પછી પણ સુધારો ન દેખાય, તો તે ‘ઓવરયૂઝ ઈન્જરી’ અથવા મસલ્સના ખેંચાવાનું લક્ષણ હોઈ શકે છે. સમય પર તપાસ અથવા સારવાર ન કરવી લાંબા ગાળે સમસ્યા ઉભી કરી શકે છે.
ગંભીર સમસ્યાઓ જેનો તાત્કાલિક ડૉક્ટર દ્વારા ઉકેલ લાવવો જોઈએ
કેટલાક લક્ષણો ગંભીર અંતર્ગત સમસ્યા સૂચવે છે:
નસની સમસ્યાઓ: જો દુખાવાની સાથે નિષ્ક્રિયતા આવે છે, કળતર થાય છે, નબળાઇ આવે છે અથવા શરીર અચાનક શક્તિ ગુમાવે છે, તો તે નસની સમસ્યાનું નિશાન હોઈ શકે છે.
ગંભીર સ્નાયુ ઇજા: જો સ્નાયુઓમાં દુખાવો ખૂબ તાવ, અતિશય થાક અથવા ઘાટા રંગનો પેશાબ આવે, તો તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ.
દુખાવાથી બચવાના સરળ ઉપાયો
દુખાવાથી બચવા અને રિકવરી માટે કેટલાક સરળ ઉપાયો છે. એમાં સૌથી મહત્વપૂર્ણ છે યોગ્ય નિયમોનું પાલન. વ્યાયામ કરતી વખતે હંમેશા સાચી રીત અપનાવો. તમારા વર્કઆઉટ્સની તીવ્રતા એક જ સમયે વધારવાને બદલે ધીમે ધીમે વધારો.
વર્કઆઉટ શરૂ કરતા પહેલા પૂરતું ‘વોર્મ-અપ’ અને પૂરું થયા પછી ‘કૂલ-ડાઉન’ કરવું જરૂરી છે. સાથે જ, મસલ્સને સારી રીતે રિકવર કરવા માટે શરીરને પૂરતો આરામ આપવો, સંતુલિત આહાર લેવો અને પૂરતી માત્રામાં પાણી પીવું જરૂરી છે.


Leave a Comment