Hardik Pandya Outburst: ગર્લફ્રેન્ડ માહિકા શર્માના ખોટા ઍન્ગલના ફોટોઝ પર ભારે નારાજગી

by

Thenewsdk

Updated: 09-12-2025, 11.50 AM

Follow us:

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્માના વાયરલ ફોટોઝને લઈને ભારે નારાજ થયા છે. પાપારાઝીએ ખોટા ઍંગલથી લેવામાં આવેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર લાંબી સ્ટોરી પોસ્ટ કરી અને મીડિયાના વર્તન પર સખત આક્ષેપ કર્યા.

હાર્દિકે લખ્યું કે જાહેર જીવનમાં રહેવાથી તેમને કેમેરાનો સામનો કરવો પડે છે, પરંતુ માહિકાના ફોટોઝ જે રીતે લેવામાં આવ્યા તે ખાનગી મર્યાદાઓનો ભંગ છે. તેમણે કહ્યું કે માહિકા માત્ર સીડી ઉતરી રહી હતી, છતાં તેને અયોગ્ય ઍંગલથી ક્લિક કરવામાં આવી. હાર્દિકે આ વર્તનને “સસ્તું સેંસેશનલિઝમ” ગણાવી જણાવ્યું કે દરેક સ્ત્રીને માન તથા સુરક્ષા મળવી જોઈએ.

ક્રિકેટરે મીડિયાને વધુ સંવેદનશીલ અને જવાબદાર બનવાની અપીલ કરી. તેઓએ કહ્યું કે હેડલાઈન બનાવવા માટે આ રીતે કોઈની ઇજ્જત સાથે રમવું યોગ્ય નથી. તેમની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ અને ફેન્સે પણ હાર્દિકના વલણને સમર્થન આપ્યું.

આ વચ્ચે, બે મહિનાની ઈન્જરી બાદ હાર્દિક હવે દક્ષિણ આફ્રિકા સામેની વન–ડે સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા તૈયાર છે.

માહિકા શર્મા, એક જાણીતી મોડેલ, ફેશન વૉક, વીડિયો અને શોર્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ઇન્ડિયન ફેશન એવોર્ડ્સમાં ‘મોડેલ ઓફ ધ યર’નો ખિતાબ મેળવી ચૂકી છે અને સોશિયલ મીડિયા પર તેઓના લગભગ 3.5 લાખ ફૉલોઅર્સ છે.

માહિકા શૈક્ષણિક રીતે પણ તેજસ્વી છે નેવી ચિલ્ડ્રન સ્કૂલમાંથી અભ્યાસ, 10 CGPA અને ઇકોનોમિક્સ-ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન સાથે અનેક પ્રતિષ્ઠિત ઇન્ટર્નશિપ કરી છે.

હાર્દિકનો અગાઉ નતાસા સ્ટેનકોવિક સાથે 2020માં લગ્ન થયા હતા, પરંતુ 2024માં બંનેએ તલાક લઈ લીધો. બાદમાં તેમનું નામ જેસ્મિન વાલિયા સાથે પણ જોડાયું હતું.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.