Hardik Pandya New Hairstyle, સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને ફેન્સને પોતાના લુક વિશે માહિતી આપી હતી જેમાં તેણે પોતાના હેરમાં કલર કરાવ્યા છે.
હાર્દિક પંડ્યાએ પોતાના વાળમાં જે રંગ લગાવ્યો છે તે સેન્ડી બ્લોન્ડ કલર છે. વાળમાં નવો રંગ લગાવ્યા પછી, હાર્દિક પંડ્યાનો નવો લુક ખૂબ જ અદ્ભુત લાગી રહ્યો છે,
જેમાં તેણે પોતાના નવા લુક સાથે અલગ-અલગ પોઝમાં ઘણા ફોટા પણ પોસ્ટ કર્યા છે. હાર્દિકના ચાહકો પણ આ નવા લુકને પસંદ કરી રહ્યા છે. જોકે કેટલાક યુઝર્સ તેને છપરી સ્ટાઇલ પણ કહી રહ્યા છે.
હાર્દિક પંડ્યા ભારતનો મેચ વિનિંગ પ્લેયર
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપ 2025 માં એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે છે. તે એક સિનિયર ખેલાડી છે અને બોલિંગ, બેટિંગ તેમજ ફિલ્ડિંગમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
તે નીચલા મધ્યમ ક્રમને મજબૂત બનાવે છે અને તેના બોલથી બેટ્સમેનોને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. હાર્દિકે ભારત માટે 114 આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં 1812 રન બનાવ્યા છે અને 94 વિકેટ લીધી છે.
એશિયા કપ માટે ભારતનો કાર્યક્રમ
સૂર્યકુમાર યાદવ અને ટીમનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે યુએઈ સાથે છે. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 19 સપ્ટેમ્બરે ઓમાન સાથે છે.
એશિયા કપના ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હોંગકોંગ છે. ગ્રુપ સ્ટેજમાં બધી ટીમો એકબીજા સાથે 1-1 મેચ રમશે ત્યારબાદ ટોચની 2 ટીમો સુપર-4માં પ્રવેશ કરશે અને અન્ય ટીમો બહાર થઈ જશે.