મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનારી ખેલાડી બની ; હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ

by

Thenewsdk

Updated: 20-02-2026, 05.12 AM

Follow us:

હરમનપ્રીત કૌર હવે મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને T20) મળીને સૌથી વધુ મેચ રમનારી ખેલાડી બની ગઈ છે. અગાઉ આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ખેલાડી સુઝી બેટ્સના નામે હતો.

બેટ્સે પોતાની છેલ્લી મેચ વર્ષ 2025ના મહિલા વનડે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે રમી હતી. ઓસ્ટ્રેલિયા સામેની આ બીજી T20 મેચ હરમનપ્રીતની કારકિર્દીની 356મી ઇન્ટરનેશનલ મેચ હતી.

મહિલા ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ટોપ-5 ખેલાડીઓ:

હરમનપ્રીત કૌર (ભારત) 356

સુઝી બેટ્સ (ન્યૂઝીલેન્ડ) 355

એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા) 349

મિથાલી રાજ (ભારત) 333

સોફી ડિવાઇન (ન્યૂઝીલેન્ડ) 305

હરમનપ્રીતની શાનદાર સફર

હરમનપ્રીત કૌરે પોતાની ઇન્ટરનેશનલ કારકિર્દીની શરૂઆત વર્ષ 2009માં પાકિસ્તાન સામે કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં તે 6 ટેસ્ટ, 161 વનડે અને 189 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે.

નોંધનીય છે કે મહિલા T20 ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ તો પહેલેથી જ તેના નામે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.