Harshitના પિતા સિલેક્ટર નથી, તે પોતાના દમ પર ટીમમાં આવ્યો ; ગૌતમ ગંભીર કોચ

ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે હર્ષિત રાણાની પસંદગીના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે નવી દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સાત વિકેટની જીત બાદ કહ્યું, હર્ષિતના પિતા પસંદગીકાર નથી. તે પોતાની રીતે ટીમમાં આવ્યો છે.
- રાણા ફક્ત ગંભીરના કારણે જ ભારતીય ટીમમાં છે
શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર આરોપ લગાવ્યો હતો કે, “રાણા ફક્ત ગંભીરના કારણે જ ભારતીય ટીમમાં છે. તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI ટીમમાં એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે તે ગંભીરનો ટેડી છે.” ગંભીરે વળતો જવાબ આપ્યો, 23 વર્ષના ખેલાડીને નિશાન બનાવવું શરમજનક છે.
- હર્ષિત રાણાએ ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે
ગયા વર્ષે ગંભીર હેડ કોચ બન્યા બાદ બોલર હર્ષિત રાણાએ ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે. તેણે બે ટેસ્ટ, પાંચ વન-ડે અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ભારતીય ટીમે ગંભીરના કોચિંગ હેઠળ સાત ટેસ્ટ, 11 વન-ડે અને 25 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
- ઓસ્ટ્રેલિયા સિરીઝમાં હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરાયો છે
ઉલ્લેખનીય છે કે, 19 ઓક્ટોબરના રોજ ભારતીય પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ત્રણ મેચની ODI સિરીઝની જાહેરાત કરી. હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો, આ નિર્ણય પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ક્રિસ શ્રીકાંતે પ્રશ્નો ઉભા કર્યા.