શહેરના બોપલ વિસ્તારમાં ગયા મહિને નિર્દોષ સીકયોરીટી ગાર્ડને કચડી નાંખનાર મર્સિડીઝ કાર ચાલકના આરોપી પિતા મિલાપ શાહને જામીન આપવાના ઇન્ચાર્જ મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમને મૃતક સિક્યુરિટી ગાર્ડના ભાઇએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે આરોપી સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી છે.
વધુમાં, હાઇકોર્ટે ઇન્ચાર્જ મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી મિલાપ શાહના જામીન મંજૂર કરી દીધા તે હુકમની સામે સ્ટે ફરમાવી દીધો છે. જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે આટલા ગંભીર અને સંવેદનશીલ કેસમાં આરોપીને જામીન આપવા અંગેના ઇન્ચાર્જ મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમને હાઇકોર્ટે ગંભીર ભૂલભરેલો ગણાવી તેની આકરી ટીકા કરી હતી. બીજીબાજુ, બેફામ રીતે મર્સિડીઝ કાર હંકારી નિર્દોષ સિક્યુરિટી ગાર્ડને મોતને ઘાટ ઉતારનાર સગીરના આરોપી પિતા મિલાપ શાહના જામીનનો હુકમ હાઇકોર્ટે સ્ટે કરી દેતાં પોલીસ હવે આ કેસમાં મિલાપ શાહની ધરપકડ કરી શકશે. કોર્ટે આરોપી મિલાપ શાહને જામીન આપવાના હુકમની ભારે આલોચના કરતાં જણાવાયું કે, ઇન્ચાર્જ મેજિસ્ટ્રેટે અગાઉના રેગ્યુલર મેજિસ્ટ્રેટ દ્વારા આ કેસમાં આરોપી સામે મોટર વ્હીકલ એકટની કલમ-199(એ) અને ભારતીય ન્યાય સંહિતાની કલમ-105 ઉમેરવાના હુકમને જોયો નથી.
Source link