ભાવનગર શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જે યુવતીના આજે લગ્ન થવાના હતા, તેની જ સવારે છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક આ હત્યાની ઘટના બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
- લગ્ન પૂર્વે હત્યા થતાં રહસ્ય ઘેરું
પ્રાપ્ત માહિતી મુજબ, મરનાર યુવતી કોઈ યુવાન સાથે એકલી રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. આજે તેના લગ્ન થવાના હતા. લગ્ન થાય તે પૂર્વે જ તેની હત્યા થતાં પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેથી હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય.
- પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
યુવતીની ઘાતકી હત્યાની જાણ થતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Comment