Honey Singh Controversy: પંજાબી સિંગર યો યો હની સિંહ અને કરણ ઔજલા સામે કાર્યવાહીની માંગ, જાણો શું છે કારણ

ફેમસ પંજાબી સિંગર હની સિંહ અને કરણ ઔજલા મુશ્કેલીમાં મુકાયા છે. યો યો હની સિંહ અને કરણ ઔજલા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
આ બંન્ને કલાકારોના ગીત પર કેટલાક આરોપ લગાવવામાં આવ્યા છે અને પંજાબ રાજ્ય મહિલા આયોગે આ બાબતની નોંધ લીધી છે.
છેલ્લા ઘણા દિવસોથી કરણ ઔજલાના ગીત ‘MF ગબરુ’ પર વિવાદ ચાલી રહ્યો છે. હવે આ ગીત તેમના માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.
સિંગર વિરુદ્ધ એક્શનની માંગ
પંજાબ રાજ્ય મહિલા આયોગે હવે હની સિંહ અને કરણ ઔજલા પર કાર્યવાહીની માંગ કરી છે. પંજાબ રાજ્ય મહિલા અયોગે આ ઘટનાની નોંધ લીધી છે. પંજાબ રાજ્ય મહિલા આયોગે પંજાબના ડીજીપીને આ મામલે પત્ર લખ્યો અને તેની સામે કાર્યવાહીની માંગ કરી છે.
આટલું જ નહી હવે હની સિંહ અને કરણ ઔજલાને 11 ઓગસ્ટના રોજ મહિલા આયોગ સામે રજુ થવા પણ કહેવામાં આવ્યું છે. આ બંન્ને પર આરોપ છે કે, તેના ગીતમાં મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.