અમરેલીમાં ભયાનક અકસ્માત ; અજાણ્યા ભારે વાહન પાછળ બાઈક ઘૂસી જતા 4 શ્રમિકોના કમકમાટીભર્યા મોત

by

Thenewsdk

Updated: 02-03-2026, 05.57 AM

Follow us:

અમરેલીમાં ઢાંગલા ગામની સીમમાં વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના ચાર સભ્યો એક જ મોટરસાઈકલ પર સવાર થઈ રાત્રિના સમયે પસાર થઈ રહ્યા હતા. ગુંદરણ અને ઢાંગલા વચ્ચેના માર્ગ પર અંધકાર અને ઓછી દ્રશ્યતા વચ્ચે આગળ જઈ રહેલા અજાણ્યા ભારે વાહન પાછળ બાઈક જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક સંપૂર્ણપણે નુકસાન પામી હતી.

આ અકસ્માતમાં 12 વર્ષીય માસૂમ બાળક રઈલેશ સવેલ સિંગનું માથું ગંભીર રીતે ફાટી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઉપરાંત જયેશ બરસિંગ (ઉં.વ. 17 ) અને હેમરાજ સવેલ સિંગ (ઉં.વ. 14)ના પણ સ્થળ પર જ પ્રાણ ગયા હતા. જ્યારે સુનીલ સવેલ સિંગ (ઉં.વ. 18) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક લીલીયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યો છે.

તમામ શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના વતની હતા
મૃતક તમામ શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા અંદાજે 16 વર્ષથી તેઓ આ વિસ્તારમાં વસવાટ કરી ખેત મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા હતા. એકસાથે પરિવારના ત્રણ યુવાનોના મોતથી પરિવારમાં હૈયાફાટ રુદન મચી ગયું છે. સમગ્ર ગામમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે.

પોલીસ કાર્યવાહી શરૂ
ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ સ્ટેશનના PI એમ.ડી. સાળુંકે અને PSI વાય.એમ. જાડેજા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીલીયા સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.