Shreyas Iyerની તબિયત હાલ કેવી છે? કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપ્યું મોટું નિવેદન

ભારતીય ટીમના વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે શ્રેયસ ઐયરની ઈજા અંગે અપડેટ આપ્યું છે. જાણો શું કહ્યું ભારતીય કેપ્ટને શ્રેયસ ઐયરની તબિયત વિશે?
- સૂર્યકુમાર યાદવે આપ્યું મોટું નિવેદન
ભારતીય ટીમના વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે શ્રેયસ ઐયરની ઈજા અંગે મોટું અપડેટ આપ્યું છે. ભારતીય કેપ્ટનનું કહેવું છે કે શ્રેયસ ઐયરની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે અમને ફોન પર જવાબ આપ્યો છે.
આનો અર્થ એ છે કે તે એકદમ ઠીક છે. જે થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, પરંતુ ડોકટર તેમની સંભાળ રાખી રહ્યા છે. આગામી થોડા દિવસો સુધી તેમનું નિરીક્ષણ કરવામાં આવશે. હવે ચિંતા કરવાની જરૂર નથી.
- શું થયું હતું શ્રેયસ ઐયરને?
26મી ઓક્ટોબર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન ઐયર જમીન પર ગંભીર રીતે પડી જવાથી તેમના શરીરના એક ભાગનું ફ્રેક્ચર થયું હતું,
જેના કારણે આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા પછી, ઐયરની હાલત સારી ન હતી. તેમનું બ્લડ પ્રેશર ઘટી ગયા બાદ તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.



