મમતા કુલકર્ણીની કુલ સંપત્તિ કેટલી છે ?, મહાકુંભમાં સાધ્વી બનતા પહેલા કેવી હતી તેમની જીવનશૈલી ? મમતા કુલકર્ણીની નેટવર્થ પર નજર કરીએ તો, ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી સાધ્વી બની ગઈ છે. વર્ષ ૨૦૨૫ના મહાકુંભમાં, તેમને કિન્નર અખાડાના ‘મહામંડલેશ્વર’ બનાવવામાં આવ્યા છે. પરંતુ આ બધા સમાચારની વચ્ચે તેમની અગાઉની જીવનશૈલી કેવી હતી. શુ શોખ ધરાવતા હતા. તે અંગે ચર્ચાએ જોર પકડ્યુ છે.
મમતા કુલકર્ણીની નેટવર્થ
બોલિવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી સમાચારમાં હમેંશા ચર્ચામાં રહે છે. અને તે હવે સાધ્વી બની ગઈ છે. જે બાદ માત્ર ભગવા વસ્ત્રોમાં જોવા મળશે. મમતાએ નિવૃત્તિ લીધી ત્યારથી ઘણી ચર્ચા થઈ રહી છે. વર્ષ ૨૦૨૫ના મહાકુંભમાં મમતાને કિન્નર અખાડાના ‘મહામંડલેશ્વર’ બનાવવામાં આવ્યા છે. ‘મહામંડલેશ્વર’ બનતાની સાથે જ તેઓના રૂપમાં બદલાવ જોવા મળ્યો છે. મમતાએ બોલિવૂડમાં ઘણું નામ અને ખ્યાતિ મેળવી છે. ત્યારે મમતાની નાણાકીય પૃષ્ઠભૂમિ કેવી છે તે વિશે માહિતી મેળવીએ. મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ, મમતા કુલકર્ણીની કુલ સંપત્તિ આશરે ૮૫ કરોડ રૂપિયા છે. વર્ષોથી બોલિવૂડથી દૂર રહેવા છતાં, તે આર્થિક રીતે સુરક્ષિત રહી છે. તેણીએ 2000ના દાયકામાં બોલિવૂડ છોડી દીધું હતુ અને વિદેશમાં વસવાટ કર્યો હતો. મમતાએ જણાવ્યુ હતુ કે, ‘મેં આધ્યાત્મિકતાને કારણે ભારત છોડ્યું હતુ.’ મેં તપસ્યા શરૂ કરી દીધી હતી. મને બોલીવુડથી નામ અને ખ્યાતિ મળી. પણ પછી મેં વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૨ સુધી તપસ્યા ચાલુ રાખી હતી. હું ઘણા વર્ષોથી દુબઈમાં હતી. હું ૧૨ વર્ષ સુધી બ્રહ્મચારી રહી હતી.
મમતા કુલકર્ણીની ચર્ચિત ફિલ્મો
મમતા કુલકર્ણીએ વર્ષ ૧૯૯૧માં તમિલ ફિલ્મ નાનબરગલથી સિનેમા જગતમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ, મેરા દિલ તેરે લિયે અને તિરંગા ફિલ્મમાં જોવા મળી હતી. તિરંગા ફિલ્મ ચાહકોને વધુ પસંદ પડી હતી. આ પછી તેમણે હિન્દી અને દક્ષિણ ફિલ્મોમાં કામ શરુ કર્યું હતુ. તેણે વક્ત હમારા હૈ, વાદે ઇરાદા, ક્રાંતિકારી, છુપા રુસ્તમ, ઘટક, નસીબ, કિલા, બેકાબૂ, જીવન યુદ્ધ, ચાઇના ગેટ જેવી ફિલ્મોમાં પણ અભિનય પાથર્યો હતો. મમતા કુલકર્ણી છેલ્લે 2003માં બાંગ્લાદેશી ફિલ્મ શેષ બોંગસોધરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણીએ અંતરાની ભૂમિકા ભજવી હતી. જે બાદ તેણે કોઈ ફિલ્મ સ્વિકારી ન હતી.
Source link