Rajkotમાં માનવતા શરમાઈ : 14 વર્ષની ભત્રીજી પર કાકાએ પાંચ મહિના સુધી કર્યો અત્યાચાર

by

Thenewsdk

Updated: 14-03-2026, 09.19 PM

Follow us:

મધ્યપ્રદેશના ઉજ્જૈનનો વતની છે અને રોજગારી અર્થે રાજકોટમાં સ્થાયી થયો છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ગત બુધવારે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તબિયત લથડતા પિતાએ તેની પૂછપરછ શરૂ કરી અને તપાસ દરમિયાન બાળકીના સામાનમાંથી કેટલીક શંકાસ્પદ ગોળીઓ મળી આવી હતી. તાત્કાલિક તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ કરેલી તપાસમાં આ ગોળીઓ ગર્ભનિરોધક હોવાનું બહાર આવ્યું હતું.

બાળકીના શરીરમાં ઇન્ફેક્શનનું જોખમ
ડોક્ટરોએ પિતાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે આટલી નાની વયે આવી ગોળીઓનું સતત સેવન કરવાથી માત્ર ગર્ભાવસ્થા રોકવાનો હેતુ સિદ્ધ નથી થતો, પરંતુ તેના ગંભીર શારીરિક પરિણામો આવી શકે છે. બાળકીના શરીરમાં ઇન્ફેક્શનનું જોખમ રહેલું છે અને આ પ્રક્રિયા તેના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. ડોક્ટરોનો આ ખુલાસો સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં બાળકીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેણે જે હકીકત જણાવી તે સાંભળીને પિતા સ્તબ્ધ થઈ ગયા હતા.

પાંચ મહિનાથી અવિરત શોષણ
સગીરાએ રડતા રડતા પોતાની સાથે વીતેલી પાંચ મહિનાની આપવીતી વર્ણવી હતી. તેણે જણાવ્યું કે તેની સાથે રહેતો કૌટુંબિક કાકો જ્યારે ઘરમાં એકલો હોય ત્યારે તેનો લાભ ઉઠાવીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. આરોપી એટલો હવસખોર હતો કે તેણે આ પાપને છુપાવવા અને સગીરા ગર્ભવતી ન બને તે માટે તેને ડરાવી-ધમકાવીને સતત ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવવાનું શરૂ કર્યું હતું.

તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી
પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે આરોપીની પત્ની છેલ્લા આઠ મહિનાથી તેના ચાર બાળકોને લઈને પિયર (મધ્યપ્રદેશ) રિસામણે ગઈ હતી. ઘરમાં પત્નીની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવી આરોપીએ પોતાની જ ભત્રીજીને શિકાર બનાવવાનું શરૂ કર્યું હતું. આરોપી પિતા જ્યારે મજૂરી કામ માટે બહાર જતા ત્યારે આ હવસખોર કાકા બાળકી સાથે કુકર્મ આચરતો હતો. પાંચ મહિના પહેલાં પ્રથમવાર દુષ્કર્મ આચર્યા બાદ, તેણે બાળકીને સતત ધાકધમકીઓ આપી હતી જેથી તે કોઈને કંઈ કહી ન શકે.

પોલીસની ત્વરિત કાર્યવાહી
બાળકીના પિતાએ આ મામલે રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે BNS ની કલમ 65(1), 351(3) અને પોક્સો એક્ટ (POCSO Act) ની કલમ 4(2) તથા 6(1) મુજબ ગુનો નોંધીને 37 વર્ષીય આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. રાણેના જણાવ્યા અનુસાર, આરોપી અત્યંત ક્રૂરતાથી આ કૃત્ય કરી રહ્યો હતો અને તે સાબિત કરવા માટે પોલીસે મજબૂત પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.