વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેનો પરિચય ભોગ બનનાર વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી થયો હતો. બંને વચ્ચે અવારનવાર ચેટિંગ થતું હોવાથી મિત્રતા કેળવાઈ હતી.
આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવીને આરોપીએ એક દિવસ વિદ્યાર્થિનીને જણાવ્યું કે તેના રૂમ પર વોશિંગ મશીન છે, જો તેને કપડાં ધોવા હોય તો તે ત્યાં આવી શકે છે. મિત્રતાના નાતે અને વિશ્વાસ રાખીને વિદ્યાર્થિની આરોપીના રૂમે પહોંચી હતી.
માયાજાળ રચી આખી રાત ગોંધી રાખી
વિદ્યાર્થિની જ્યારે આરોપીના રૂમે પહોંચી ત્યારે મોડી સાંજ થઈ ગઈ હતી. કપડાં ધોયા બાદ જ્યારે તેણે ઘરે પરત જવાની વાત કરી, ત્યારે આકાશસિંહે તેની સામે ‘લોજિકલ’ માયાજાળ રચી હતી.
તેણે વિદ્યાર્થિનીને ડરાવી કે, “અત્યારે રાતનો સમય છે, તું એકલી જઈશ અને કોઈ જોઈ જશે તો સમાજમાં કેવું લાગશે? એના કરતાં તું અહીં જ રોકાઈ જા.” ડર અને લોકલાજના કારણે વિદ્યાર્થિની ત્યાં રોકાવા મજબૂર બની હતી, જે તેના માટે એક ભયાનક રાતની શરૂઆત સાબિત થઈ.
મરજી વિરુદ્ધ હવસ સંતોષી અને વીડિયો પણ બનાવ્યા
આરોપીએ રાત્રિના સમયે વિદ્યાર્થિનીને પોતાના બેડરૂમમાં બોલાવી શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. પીડિતાએ પ્રતિકાર કર્યો અને ઘરે જવા માટે કરગરી હોવા છતાં, નરાધમ આકાશસિંહે તેની એક પણ આજીજી સાંભળી નહોતી. તેણે વિદ્યાર્થિનીને રૂમમાં પુરી રાખીને તેની મરજી વિરુદ્ધ આખી રાત દુષ્કર્મ આચર્યું હતું.
આટલેથી જ ન અટકતા, આરોપીએ આ પાશવી કૃત્યના વીડિયો પણ ઉતાર્યા હતા, જેથી ભવિષ્યમાં આ વીડિયોના આધારે વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી શકાય અને ફરીથી પોતાનો શિકાર બનાવી શકાય.
હિંમત દાખવી પીડિતા પહોંચી પોલીસ મથકે
સવારે જ્યારે આરોપીની પકડમાંથી છૂટી ત્યારે ડરી ગયેલી વિદ્યાર્થિની હિંમત હારી નહીં અને સીધી બાપોદ પોલીસ મથકે પહોંચી હતી. તેણે પોતાની સાથે થયેલી આપવીતી પોલીસને શબ્દશઃ જણાવી હતી.
ઘટનાની ગંભીરતાને સમજીને પોલીસે તાત્કાલિક અસરથી આરોપી આકાશસિંહ વિરુદ્ધ બળાત્કાર, અપહરણ અને ધાકધમકી સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.


Leave a Comment