ICC Fine Team India: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI સીરિઝ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયાને રાયપુર ODI દરમિયાન સ્લો ઓવર રેટ જાળવી ન શકાયા બદલ International Cricket Council (ICC)એ કડક સજા ફટકારી છે. રાયપુરમાં 3 ડિસેમ્બર, 2025ની મેચ દરમિયાન ભારત નિર્ધારિત સમયમાં બે ઓવર પાછળ રહી ગયું હતું, જેમાંથી દરેક ઓવરને પગલે 5% પ્રમાણે કુલ મેચ ફીના 10% દંડ ટીમ પર લાદવામાં આવ્યો છે.
આ કાર્યવાહી ICC એલીટ પેનલના મેચ રેફરી રિચી રિચાર્ડસન દ્વારા ICC આચારસંહિતા કલમ 2.22 હેઠળ કરવામાં આવી છે. આ નિયમ મુજબ જો કોઈ ટીમ સમયમર્યાદા અંદર ઓવર પૂરી ન કરે તો આર્થિક દંડ ફરજિયાત છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલે સ્લો ઓવર રેટની ભૂલ સ્વીકારી અને દંડ ભરવા સંમત થયા છે. સામાન્ય રીતે ટીમ ઇન્ડિયા ઓવર રેટ મુદ્દે શિસ્તબદ્ધ માનવામાં આવે છે, પરંતુ આ મેચમાં ઓવર-કાઉન્ટિંગની ભૂલે ટીમને સીધી સજા ભોગવવી પડી.
સીરિઝની વાત કરીએ તો, ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝ 2-1 થી જીતી, જેમાં રાંચી અને વિશાખાપટ્ટનમ ODIમાં જીત મળી જ્યારે રાયપુરમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.


Leave a Comment