ICC ODI Rankings: બની ગયો નવો ‘કિંગ’, ભારતના આ બે સ્ટાર્સને પણ થયો ફાયદો!

સિકંદર રઝાએ ગયા અઠવાડિયે હરારેમાં શ્રીલંકા સામે રમાયેલી બે વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી વનડેમાં 87 બોલમાં 92 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 10 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ લીધી હતી. બીજી વનડેમાં તેણે 55 બોલમાં અણનમ 59 રન બનાવ્યા.
આ પ્રદર્શનને કારણે, રઝાએ અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી (292 પોઈન્ટ) અને અઝમતુલ્લાહ ઉમરઝાઈ (296 પોઈન્ટ) ને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું. આ સાથે, તે બેટિંગ રેન્કિંગમાં 9 સ્થાન ઉપર ચઢીને 22મા સ્થાને પહોંચી ગયો.
નિસાન્કા બેટિંગ રેન્કિંગમાં ટોપ-10 ની નજીક
તે જ સમયે, પથુમ નિસાન્કા બેટિંગ રેન્કિંગમાં ટોપ-10 ની નજીક પહોંચી ગયો છે. તે 7 સ્થાનના ફાયદા સાથે 13મા સ્થાને પહોંચી ગયો છે. તેણે બે મેચની શ્રેણીમાં 122 રન બનાવ્યા હતા, જેના કારણે તેનો રેટિંગ પોઈન્ટ હવે 654 થઈ ગયો છે.
ઝેનિથ લિયાનગે 13 સ્થાનના ફાયદા સાથે 29મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે બોલિંગ રેન્કિંગમાં, ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો 6 સ્થાનના ફાયદા સાથે 31મા સ્થાને અને દિલશાન મધુશંક 8 સ્થાનના ફાયદા સાથે 52મા સ્થાને પહોંચી ગયા છે.
નબીના રેન્કિંગમાં ફેરફાર
મોહમ્મદ નબી વનડે ઓલરાઉન્ડર રેન્કિંગમાં પાછળ થઈ ગયો છે, પરંતુ તેણે T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં જોરદાર વાપસી કરી. નબી આ અઠવાડિયે બીજા નંબરે આવી ગયો છે અને હવે તે ભારતના હાર્દિક પંડ્યાથી પાછળ છે.
ગયા અઠવાડિયે શારજાહમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણી (યુએઈ અને પાકિસ્તાન સામે) માં નબીએ 3 મેચમાં 4 વિકેટ લીધી હતી.