Indian Railways : ટ્રેનમાં રાત્રે મુસાફરી કરી રહ્યા છો, તો રેલવેના આ નિયમનું ખાસ ધ્યાન રાખવું
જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આજે અમે તમને એવા નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું પાલન દરેક મુસાફર માટે રાત્રે કરવું ફરજિયાત છે. જો તમે રાત્રે કોઈ નિયમો તોડશો તો ભારે દંડ ભરવો પડી શકે છે.
ઈન્ડિયન રેલવેમાં લાખો લોકો દરરોજ મુસાફરી કરે છે. આ કારણે મુસાફરોની સુવિધા અને ભીડને કંટ્રોલ કરવા માટે પણ રેલવે નિયમોમાં ફેરફાર કરે છે. જો પછી મુસાફરો આ નિયમોનું ઉલ્લંધન કરે છે. તો તેના વિરુદ્ધ રેલવે મોટી કાર્યવાહી પણ કરી શકે છે. તો ચાલો આ નિયમ વિશે વિસ્તારથી માહિતી જાણીએ.
ટ્રેનની મુસાફરી દરેકને ગમે છે. જ્યારે તમે તમારા પરિવાર કે મિત્રો સાથે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે મુસાફરીની મજા બમણી થઈ જાય છે. ભારતીય રેલ્વે અનુસાર, તમે રાત્રે લાઉડસ્પીકર પર મ્યુઝિક વગાડી શકતા નથી જો તમારે રાત્રે ટ્રેનમાં સંગીત સાંભળવું હોય તો ઇયરફોનનો ઉપયોગ કરીને ઓછા ડેસિબલ લેવલ પર સંગીત સાંભળી શકો છે.
ટ્રેનમાં મુસાફરો રાત્રિના 10 વાગ્યા પછી ચાલું ટ્રેનમાં ધમાલ મચાવી રહ્યું છે, કે પછી મોટા અવાજમાં ગ્રપુમાં મજાક મસ્તી કરી રહ્યો છે, તો તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.
રેલવેના નિયમો અનુસાર મિડલ બર્થનો પેસેન્જર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જ પોતાની બર્થ પર સૂઈ શકે છે. જો કોઈ મુસાફર રાત્રે 10 વાગ્યા પહેલા મિડલ બર્થ ખોલવાનું બંધ કરવા ઈચ્છે તો તે કરી શકે છે. સવારે 6 વાગ્યા પછી બર્થ નીચી કરવી પડશે, જેથી અન્ય મુસાફરો નીચેની બર્થ પર બેસી શકે.
તમને જણાવી દઈએ કે રેલવે દ્વારા આ નિયમો એટલા માટે બનાવવામાં આવ્યા છે જેથી મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે અને મુસાફરો શાંતિથી સૂઈ શકે.
રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને રાત્રે 10 વાગ્યા પછી લાઇટ ચાલુ રાખવાની મંજૂરી નથી, જોકે, ટ્રેનોમાં 'નાઇટ લાઇટ' ચાલુ રહેશે.તમને જણાવી દઈએ કે, ઘણી વખત રાત્રે ટ્રેન તેની સ્પીડમાં હોય છે અને જો તમે દરવાજા પર ઉભા રહો છો તો ગંભીર ઘટના બની શકે છે. તે માટે સાવચેતી રાખવી.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Source link