Uttarakhandના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો, 2 લોકો ગુમ

by

Thenewsdk

Updated: 29-08-2025, 05.52 AM

Follow us:

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને આ વખતે ચોમાસાની ઋતુ ભારે પડી ગઇ છે. અહીં એક પછી એક અનેક વિસ્તારોમાં વારંવાર આભ ફાટવા જેવી કુદરતી આફત ત્રાટકી રહી છે. જેના કારણે ભારે વિનાશ વેરાઈ રહ્યો છે અને લોકોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે. ત્યારે ગઇકાલે રાતે ફરી એકવાર ચમોલી જિલ્લામાં આભ ફાટવાની ઘટના બની છે.

આ વખતે ક્યાં કુદરતી આફત આવી? 

મળેલી માહિતી અનુસાર, ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી બાદ હવે દેવાલના મોપાટામાં આભ ફાટવાની ઘટના બની છે. આ ઘટના બાદથી બે લોકો ગુમ છે જ્યારે સમગ્ર વિસ્તારમાં ઘરોમાં કાટમાળ અને કાદવ ફરી વળ્યો છે. અનેક મકાનોને નુકસાન થયું છે. અનેક પશુ-પ્રાણીઓ પણ કાટમાળ નીચે દટાઈ જતાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા છે.

જિલ્લા અધિકારીએ આપી માહિતી 

જિલ્લા અધિકારી સંદીપ તિવારીનું કહેવું છે કે આ કુદરતી આફતને કારણે બે લોકો ગુમ છે. જેમાં તારા સિંહ અને તેમની પત્નીનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે લોકોને કાટમાળ નીચેથી બચાવવામાં આવ્યા છે જેમની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.