આ રાજ્યમાં પોલીસનો માસ્ટર પ્લાન તૈયાર, ટ્રાફિક નિયમનો ઉલાળીયો કરનારનો ફોટો પાડો અને જીતો 50 હજાર!

દિલ્હી ટ્રાફિક પોલીસે ‘પ્રહરી’ નામની એપ લોન્ચ કરી છે અને રાજધાનીના દરેક નાગરિકને ટ્રાફિક ગાર્ડ બનાવ્યો છે. આ એપ પર, કોઈપણ નાગરિક ટ્રાફિક નિયમ તોડનારનો ફોટો અપલોડ કરી શકે છે અને તેનું ચલણ જારી કરાશે.
તેનો હેતુ માર્ગ અકસ્માતો ઘટાડીને લોકોની જિંદગી અને સંપત્તિનું રક્ષણ કરવાનો છે. આ સાથે લોકોને નાગરિક જવાબદારીઓથી પણ વાકેફ કરવામાં આવે છે.
આ એપ કેવી રીતે કામ કરે છે?
કોઈપણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર ગુગલ પ્લે સ્ટોર પરથી ટ્રાફિક પ્રહરી એપ ડાઉનલોડ કરી શકે છે. ત્યારબાદ જ્યારે પણ કોઈ પણ ટ્રાફિક નિયમો તોડે છે જેમ કે, રેડ સિગ્નલ તોડવું, રોંગ સાઈડ વાહન ચલાવતા અથવા ખતરનાક ડ્રાઈવિંગ કરનારાઓનો ફોટો કે વીડિયો રેકોર્ડ કરીને એપ દ્વારા અપલોડ કરી શકો છો. જોકે, ફોટો કે વીડિયોમાં ટાઈમ અને સ્થાન સ્પષ્ટ દેખાવવું જોઈએ.
પોલીસે કેટલું ઈનામ રાખ્યું?
ટ્રાફિક પોલીસના ડીસીપી એસકે સિંહ કહે છે કે આમાં ઈનામની જોગવાઈ છે, જેથી સામાન્ય માણસની રૂચિ વધારી શકાય. દર મહિને મોકલવામાં આવતા ફોટાની સંખ્યા અને ફરિયાદોની વિશ્વસનીયતાના આધારે આ ઈનામ રાખવામાં આવ્યું છે.
પ્રથમ ઈનામ 50 હજાર, બીજું 25 હજાર, ત્રીજું 15 હજાર અને ચોથા ક્રમે આવનારને 10 હજાર રૂપિયાનું ઈનામ અપાશે. આ પગલું લોકોને વધારાની આવકનું સાધન પણ પૂરું પાડશે, ખાસ કરીને આ યોજના બેરોજગારો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.