IND vs AUS 1st T20 : કેનબેરા T20 વરસાદને કારણે ધોવાઈ, ફક્ત 58 બોલ રમાયા…

કેનબેરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. વરસાદને કારણે મેચ બે વાર વિક્ષેપિત થઈ, જેના કારણે ઓવરની સંખ્યા 18 કરવામાં આવી. પરંતુ 10મી ઓવર દરમિયાન ફરી એકવાર મેચમાં વિક્ષેપ પડ્યો, જેના કારણે મેચ રદ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો. મેચ રદ થઈ ત્યારે ભારત બેટિંગ કરી રહ્યું હતું. સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ક્રીઝ પર હતા. તે સમયે ભારતનો સ્કોર 97/1 (9.4/18 ઓવર) હતો. ભારતની એકમાત્ર વિકેટ અભિષેક શર્માના પડી હતી.
- ભારતની ઇનિંગ્સ
ભારતના નંબર વન T20 બેટ્સમેન અભિષેક શર્માએ તેના વાઇસ-કેપ્ટન શુભમન ગિલ સાથે ઇનિંગની શરૂઆત કરી. બંનેએ મજબૂત શરૂઆત કરી, પ્રથમ ત્રણ ઓવરમાં 26 રન બનાવ્યા. પોતાની પ્રથમ ઓવર ફેંકવા આવેલા નાથન એલિસે પાંચમા બોલ પર અભિષેક (19) ને ટિમ ડેવિડ દ્વારા કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો, અને ઓવરની સંખ્યા ઘટાડીને 18-18 કરવામાં આવી.
- મેચ પર વરસાદની શું અસર પડી?
ટીમ દીઠ ઓવર ઘટાડીને 18 કરવામાં આવ્યા, પાવરપ્લે 5.2 ઓવરનો કરવામાં આવ્યો. 3 બોલર વધુમાં વધુ 4 ઓવર નાખી શકે છે. 2 બોલર વધુમાં વધુ ત્રણ ઓવર નાખી શકે છે.
- સૂર્યાએ 150 થી વધુ છગ્ગા ફટકાર્યા
સૂર્યકુમાર યાદવ પહેલા, ફક્ત મોહમ્મદ વસીમ (યુએઈ) એ ઓછી ઇનિંગ્સમાં 150મો સિક્સર ફટકાર્યો હતો. સૂર્યાએ 86 ઇનિંગ્સ અને 1649 બોલમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. વસીમે 66 ઇનિંગ્સ અને 1543 બોલમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો.
- 205 રોહિત શર્મા
- 187 મોહમ્મદ વસીમ
- 173 માર્ટિન ગુપ્ટિલ
- 172 જોસ બટલર
- 150 સૂર્યકુમાર યાદવ*
- નીતિશ રેડ્ડી પ્રથમ ત્રણ T20 મેચમાંથી બહાર
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ત્રણ T20 મેચમાંથી નીતિશ કુમાર રેડ્ડી બહાર થઈ ગયો છે. એડિલેડમાં બીજી વનડે દરમિયાન ડાબા કોણીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહેલા આ ઓલરાઉન્ડરે ગરદનમાં ખેંચાણની ફરિયાદ કરી છે, જેના કારણે તેની રિકવરી અવરોધાઈ રહી છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની પ્રગતિ પર નજર રાખી રહી છે.
- ભારત અને ઓસ્ટ્રેલિયા T20 હેડ ટુ હેડ રેકોર્ડ
હેડ-ટુ-હેડની દ્રષ્ટિએ, ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાથી આગળ છે. અત્યાર સુધી રમાયેલી 32 મેચોમાંથી, ભારતે 20 મેચોમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. બીજી તરફ, કાંગારુઓએ ફક્ત 11 મેચ જીતી છે, જેમાં એક મેચ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાએ 2012થી ભારતને તેમના જ દેશમાં T20 શ્રેણીમાં હરાવ્યું નથી. તેથી, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી પછી, T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખભા પર હવે એક મહત્વપૂર્ણ જવાબદારી છે. છેલ્લી પાંચ T20 શ્રેણીમાં, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફક્ત એક જ વાર 2008માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર હારનો સામનો કરી છે.
કેનબેરા T20I માટે ભારતની પ્લેઈંગ-11: અભિષેક શર્મા , શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ
કેનબેરા T20I માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11: મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, મિચ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, જોશ ફિલિપ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન, જોશ હેઝલવુડ



