ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 સિરીઝની પાંચમી અને અંતિમ મેચ આજે બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:45 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 1:15 વાગ્યે થશે. ભારતીય ટીમ માટે આ મેચ ઐતિહાસિક છે, કારણ કે ભારતે ઓસ્ટ્રેલિયામાં ક્યારેય T20 સિરીઝ ગુમાવી નથી, અને આજે ટીમ પાસે ત્રીજી વખત સિરીઝ જીતવાની શ્રેષ્ઠ તક છે.
- હવામાન રિપોર્ટ
એક્યુવેધરના રિપોર્ટ મુજબ, પાંચમી T20 મેચ દરમિયાન હવામાનમાં મોટો અવરોધ આવી શકે છે. મેચ દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે, અને સાંજે ક્રિકેટ ગ્રાઉન્ડની આસપાસ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સમય મુજબ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન વરસાદની 50% શક્યતા છે, અને રાત્રે 9 થી 10 વાગ્યા દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે, જેના કારણે મેચમાં વિઘ્ન પડવાની શક્યતા છે.
- T20I માં ભારતનું ઓસ્ટ્રેલિયા પર પ્રભુત્વ
T20Iના રેકોર્ડ્સ દર્શાવે છે કે ટીમ ઈન્ડિયાનું ઓસ્ટ્રેલિયા પર પ્રભુત્વ રહ્યું છે. અત્યાર સુધીમાં બંને ટીમો 36 T20I રમી ચૂકી છે, જેમાં ભારતે ૨૨ મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ માત્ર 12 જીતી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર પણ ભારતે 16માંથી 9 મેચ જીતી છે. ભારતે ત્રીજી અને ચોથી મેચ જીતીને સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે.
- ગાબામાં પહેલા બેટિંગ કરનારનો દબદબો
બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતેના રેકોર્ડ્સ સૂચવે છે કે અહીં પહેલા બેટિંગ કરનાર ટીમને ફાયદો થાય છે. ૨૦૦૬ થી 2024 દરમિયાન રમાયેલી 11 T20 ઇન્ટરનેશનલ મેચોમાંથી 8 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે. ઓસ્ટ્રેલિયાએ અહીં 8 મેચ રમી છે અને માત્ર 1 જ હારી છે. ભારતે 2018માં અહીં એકમાત્ર T20I રમી હતી, જેમાં ૪ રનના નાના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
- ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ભારતને ક્યારેય હરાવી શક્યું નથી
ઓસ્ટ્રેલિયન ટીમ બે કે તેથી વધુ મેચની T20I સિરીઝમાં તેમની ઘરઆંગણે ભારતને ક્યારેય હરાવી શકી નથી. બંને વચ્ચેની બે સિરીઝ ડ્રો રહી છે, જ્યારે વિરાટ કોહલી અને એમએસ ધોનીના નેતૃત્વમાં ભારતે બે સિરીઝ જીતી છે. આ આંકડાઓ ભારતીય ટીમનું મનોબળ વધારનારા છે.
- ટીમ ઈન્ડિયાનો સિરીઝ પર કબ્જો
ભારતીય ટીમે સિરીઝની પ્રથમ, ત્રીજી અને ચોથી મેચ જીતીને સિરીઝ પર કબજો જમાવી દીધો છે. ભલે મેચમાં વરસાદનું વિઘ્ન આવે, પરંતુ ભારતીય ટીમ આજે જીત સાથે ઓસ્ટ્રેલિયામાં T20 સિરીઝ જીતવાની પોતાની અજેય પરંપરા જાળવી રાખવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.


Leave a Comment