સ્પોર્ટ્સ

IND vs ENG 5th Test: શું ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને જીતતા રોલર અટકાવી શકશે..?

ઇંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપે પણ ચોથા દિવસની રમત શરૂ થાય તે પહેલાં હેવી રોલરનો ઉપયોગ કર્યો હતો અને તે પછી બેટિંગ સરળ બની હતી. ઓવલ ટેસ્ટ મેચના પાંચમા દિવસની રમત શરૂ થાય તે પહેલાં ઇંગ્લિશ ટીમ હેવી રોલરનો ઉપયોગ કરશે.

પાંચમી ટેસ્ટ તેના અંતિમ ચરણમાં

લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ હવે તેના અંતિમ સમાપન તરફ આગળ વધી ગઈ છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે મેચ ચોથા દિવસે એટલે કે રવિવાર (03 ઓગસ્ટ) ના રોજ સમાપ્ત થશે,

પરંતુ ત્રીજા સત્રમાં વરસાદને કારણે ખૂબ ઓછી રમત થઈ શકી અને પરિણામની રાહ થોડી વધી ગઈ છે. મેચ રોમાંચક બનતાની સાથે જ હવામાને રમત બગાડી હતી. હવે પાંચમા દિવસની રમત નિર્ણાયક રહેશે. મેચ માં ચારેય પરિણામો હજુ પણ શક્ય છે,

ભારતની જીત, ઈંગ્લેન્ડની જીત, કે ટાઈ. જોકે, મેચ ડ્રૉ થવાની શક્યતા લગભગ શૂન્ય છે કારણ કે પાંચમા દિવસના પહેલા સત્રમાં વરસાદની કોઈ શક્યતા નથી.

ICCના આ નિયમથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું!

આ મેચના છેલ્લા દિવસે ભારે રોલર ટીમ ઈન્ડિયાનું ટેન્શન પણ વધારી શકે છે. જો રૂટે કહ્યું કે તેમની ટીમ પાંચમા દિવસની રમત પહેલા ભારે રોલરનો ઉપયોગ કરશે.

ICC ના નિયમો મુજબ, બેટિંગ કરતી ટીમનો કેપ્ટન મેચની પ્રથમ ઇનિંગ સિવાય દરેક ઇનિંગની શરૂઆત પહેલાં અથવા દિવસની રમતની શરૂઆત પહેલાં ભારે અથવા હળવા રોલરનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે. રોલરનો ઉપયોગ મહત્તમ સાત મિનિટ માટે કરી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button