IND Vs ENG: પાંચમી ટેસ્ટ પહેલા ગંભીરે પીચ ક્યુરેટરને બરાબરનો ઘઘલાવ્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી ઓવલમાં મેદાનમાં રમાશે. આ મેચ પૂર્વે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ઓવલ ક્રિકેટ સ્ટેડિયમના મુખ્ય પીચ ક્યુરેટર લી ફોર્ટિસ સાથે પીચ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગંભીરને એમ કહેતા સાંભળવામાં આવ્યો હતો કે ‘તમે અહીં ફક્ત ગ્રાઉન્ડ્સમેન છો.’ ખેલાડીઓ તેમના રન-અપ એરિયાને ચિહ્નિત કરી રહ્યા હતા ત્યારે નેટ્સમાં દલીલ થઈ હતી. બાદમાં બેટિંગ કોચ સિતાંશુ કોટક આવ્યા અને ક્યુરેટરને પોતાની સાથે લઈ ગયા અને તેમની સાથે વાત કરી જ્યારે ગંભીર હજુ પણ દૂરથી ક્યુરેટર સાથે દલીલ કરી રહ્યો હતો.
ટીમ ઈન્ડિયા સિરીઝ ડ્રો કરવા મેદાનમાં ઉતરશે
ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પાંચ મેચની ટેસ્ટ સિરિઝમાં યજમાન ઈંગ્લેન્ડ ટીમ હાલ 2-1થી આગળ છે. જેના પગલે ટીમ ઈન્ડિયા 31 જુલાઈથી શરૂ થતી મેચ જીતી સિરીઝ ડ્રો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.
ઇંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), ઓલી પોપ, જેમી સ્મિથ, જોફ્રા આર્ચર, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.