IND vs SA T20 Match: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ માટે મેટ્રો સેવા મધ્યરાત્રિ 12:30 સુધી, GMRCનો મોટો નિર્ણય

by

Thenewsdk

Updated: 18-12-2025, 11.21 AM

Follow us:

IND vs SA T20 Match Ahmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 ડિસેમ્બર 2025ના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ડે-નાઈટ T20 મેચ રમાનારી છે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા આવનારા હજારો ક્રિકેટપ્રેમીઓને મોડી રાત્રે ઘરે પરત ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

GMRC દ્વારા મેચના દિવસે અમદાવાદ મેટ્રો સેવાઓની સમયમર્યાદા લંબાવીને મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી કરવામાં આવી છે. નિયમિત રીતે મેટ્રો સેવા સવારે 6:20થી રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલે છે, પરંતુ આ મેચને ધ્યાનમાં રાખીને વધારાની લેટ-નાઇટ સેવા આપવામાં આવશે.

મેચ પૂર્ણ થયા બાદ રાત્રે 10:00થી 12:30 વાગ્યા સુધીના સમયગાળામાં માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ મુસાફરોને એન્ટ્રી મળશે. અહીંથી મુસાફરો એપીએમસી (વાસણા) અને વસ્ત્રાલ ગામ – બંને કોરિડોરના કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી જઈ શકશે.

ગાંધીનગર તરફ જતા ક્રિકેટપ્રેમીઓ માટે પણ GMRCએ ખાસ વ્યવસ્થા કરી છે. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી બે સ્પેશિયલ મેટ્રો ટ્રેનો દોડાવવામાં આવશે, જે અનુક્રમે રાત્રે 11:40 અને 12:10 વાગ્યે ઉપડશે.

ભીડ ટાળવા માટે GMRCએ ₹50ના ફ્લેટ રેટ પર સ્પેશિયલ પેપર ટિકિટ પણ રજૂ કરી છે. આ ટિકિટથી મુસાફરો મોટેરા અથવા સાબરમતીથી મેટ્રોના કોઈપણ સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે. નોંધનીય છે કે રાત્રે 10:00 વાગ્યા બાદ મોબાઈલ એપ, QR ટિકિટ કે ટોકન માન્ય રહેશે નહીં — પ્રવેશ માટે માત્ર આ સ્પેશિયલ પેપર ટિકિટ જ જરૂરી રહેશે.

પ્રેક્ષકો લાંબી લાઈનોમાંથી બચી શકે તે માટે આ સ્પેશિયલ પેપર ટિકિટો નિરાંત ક્રોસ રોડ, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, GNLU, ઇન્ફોસિટી અને ગાંધીનગર સેક્ટર-1 સહિતના મુખ્ય સ્ટેશનો પરથી એડવાન્સમાં ખરીદી શકાશે. આ ટિકિટ આખો દિવસ માન્ય રહેશે.

GMRCના સમયપત્રક મુજબ, મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તરફની છેલ્લી ટ્રેન 12:30 વાગ્યે, જ્યારે ગાંધીનગર સેક્ટર-1 તરફની છેલ્લી ટ્રેન 12:10 વાગ્યે રવાના થશે. નાગરિકોને સમયમર્યાદાનું ધ્યાન રાખીને સ્ટેશન પર પહોંચવા અપીલ કરવામાં આવી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.