સ્પોર્ટ્સ

IND Vs WI Test Match : ટીમ ઈન્ડિયાએ 518 રન પર ઇનિંગ ડિક્લેર કરી, કેપ્ટન ગિલ 129 રન બનાવીને નોટઆઉટ

દિલ્હીમાં ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગ 518 રન પર ડિકલેર કરી છે. ભારત તરફથી બે ખેલાડીએ સેન્ચુરી ફટકારી છે.

જુરેલના આઉટ થતાં જ કેપ્ટન ગિલે ઇનિંગ ડિક્લેર

135મી ઓવરના બીજા બોલ પર ધ્રુવ જુરેલ (44 રન)ને રોસ્ટન ચેઝે બોલ્ડ કર્યો હતો. જુરેલના આઉટ થતાની સાથે જ કેપ્ટન ગિલે ઇનિંગ ડિક્લેર કરવાની જાહેરાત કરી દીધી. વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી મેચમાં કેપ્ટન શુભમન ગિલ 129 રન બનાવીને અણનમ રહ્યો હતો. સાઈ સુદર્શને 87, ધ્રુવ જુરેલે 44 અને નીતિશ કુમાર રેડ્ડીએ 43 રન બનાવ્યા હતા.

શુભમન ગિલે ટેસ્ટ કારકિર્દીની 10મી સદી ફટકારી

130મી ઓવરમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે સદી પૂરી કરી લીધી હતી. તેણે ખૈરી પીયરીની ઓવરના પાંચમા બોલ પર 3 રન દોડીને સદી પૂરી કરી હતી. આ સાથે ગિલની ટેસ્ટ કારકિર્દીમાં 10મી સેન્ચુરી છે.

યશસ્વી જયસ્વાલ 175 રન પર રન આઉટ થયો હતો

ભારતીય ટીમે દિવસની શરૂઆત 318 રનના સ્કોરથી કરી હતી. કેપ્ટન ગિલની ભૂલને કારણે ઓપનર યશસ્વી જયસ્વાલ 175 રન પર રન આઉટ થયો હતો. તેણે દિવસની શરૂઆત 173 રનના સ્કોરથી કરી હતી. વેસ્ટ ઇન્ડીઝ માટે જોમેલ વોરિકને 3 વિકેટ લીધી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વેસ્ટ ઇન્ડીઝ (WI): રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોન કેમ્પબેલ, તેજનારાયણ ચંદ્રપોલ, એલિક એથેનાઝ, શાઈ હોપ, રોસ્ટન ચેઝ (કેપ્ટન), ટેવિન ઇમલાચ (વિકેટકીપર), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખૈરી પિયી, એન્ડરસન ફિલિપ અને જેડેન સીલ્સ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button