India A Team : ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી બન્યો ઈન્ડિયા-Aનો કેપ્ટન

BCCIની પસંદગી સમિતિએ ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યરને મોટી જવાબદારી સોંપી છે. તેને ઈન્ડિયા-A ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે 16 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા-A સામે શરૂ થનારી બે ચાર દિવસીય મેચમાં ટીમનું નેતૃત્વ કરશે.
વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે. દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં બેવડી સદી ચૂકી ગયેલા વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીસનને આ ટીમમાં સ્થાન મળ્યું છે,
જ્યારે ઋતુરાજ ગાયકવાડને ફરી એકવાર અવગણવામાં આવ્યો છે, ભલે તેણે દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં શાનદાર સદી ફટકારી હોય.
શ્રેયસ અય્યરને જવાબદારી સોંપાઈ
દુલીપ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં વેસ્ટ ઝોન તરફથી રમી રહેલા શ્રેયસ અય્યરને ઇન્ડિયા-એ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. :
આ ઉપરાંત ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા તરફથી રમી ચૂકેલા સાઇ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.