પૂર્વ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ આમિરને ભારત-વેસ્ટઇન્ડિઝ મેચ બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ભારતીય ટીમે સુપર-8ના પોતાના છેલ્લાં મેચમાં વેસ્ટઇન્ડિઝને હરાવીને ટી20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે, પરંતુ ભારત સેમિફાઇનલમાં પહોંચતા જ પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર મોહમ્મદ આમિર ટ્રોલર્સના નિશાને આવી ગયા છે. આવું એટલા માટે થયું કારણ કે આ મેચ પહેલાં આમિરે મોટી આગાહી કરી હતી કે ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે. જોકે સંજુ સેમસને 50 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ભારતને આ વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ સમાન મેચમાં જીત અપાવી અને આમિરનો દાવો ખોટો સાબિત કર્યો.
પોતાની વાત પર હજી અડગ છે મોહમ્મદ આમિર
મોહમ્મદ આમિરે સ્વીકાર્યું કે, સંજુ સેમસને 50 બોલમાં 97 રન બનાવી પોતાના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, પરંતુ તેમણે કહ્યું કે ભારત હજી સારું ક્રિકેટ રમી રહ્યું નથી અને તેની બોલિંગ અને ફિલ્ડિંગમાં ખામીઓ છે. આમિરે કહ્યું, “તમે કહ્યું કે તેમણે મને ખોટો સાબિત કર્યો. જુઓ, જ્યાં ક્રેડિટ આપવું જોઈએ ત્યાં આપવું જોઈએ. સંજુ સેમસને પોતાના જીવનની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી. મેં તેમની આઈપીએલ અને અન્ય મેચોની ઇનિંગ્સ જોઈ છે,
પરંતુ આ ઇનિંગ્સ અને તે પણ કરો અથવા મરો જેવી નોકઆઉટ મેચમાં ખાસ હતી.” તેમણે આગળ કહ્યું, “પણ જો હું ક્રિકેટના દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કરું તો ભારત કુલ મળીને સારું ક્રિકેટ નથી રમી રહ્યું. હું હજી પણ તમને કહી રહ્યો છું. તેમની ફિલ્ડિંગ જુઓ. તેમણે ત્રણથી ચાર કેચ છોડ્યા અને મેદાનમાં ભૂલો કરી. બુમરાહને છોડીને બાકી દરેક બોલર માર ખાઈ રહ્યો છે. ભારત માત્ર એક જ બોલર પર આધારિત થઈને રમી રહ્યું છે.”
શો ‘હારના મના છે’ દરમિયાન ચર્ચા વખતે આમિરને પૂછવામાં આવ્યું હતું કે, શું પાકિસ્તાનસેમિફાઇનલ માટે ક્વોલિફાય કરશે? તેના જવાબમાં તેણે કહ્યું કે પાકિસ્તાન આગળ વધે કે નહીં, એથી કોઈ ફરક નથી પડતો, ભારત તો નહીં જ પહોંચી શકે. આમિરે કહ્યું, “જુઓ, પાકિસ્તાન કરે કે ન કરે, ઈન્ડિયા નહીં કરી શકે.” તેણે દક્ષિણ આફ્રિકા સામેની પહેલી સુપર 8 મેચમાં ભારતની હારની આગાહી કરી હતી અને જોકે તેના સહ-પેનલિસ્ટોએ તેને મજાકમાં ‘જ્યોતિષી’ કહ્યો હતો, પરંતુ ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ માટે તેની આગાહી ખોટી સાબિત થઈ હતી.


Leave a Comment